લોસ એન્જલસઃ કોરોના વાયરસ ફેલવાની સાથે તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગરમીઓની સાથે વાયરસ સમાપ્ત થઈ જશે. પરંતુ તેમ થયું નથી અને અત્યાર સુધી તેનાથી વિશ્વભરમાં આશરે 11 લાખ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. પરંતુ આ વાયરસ એયરોસોલ (Aerosol) પાર્ટિકલ્સ દ્વારા ગરમીમાં ફેલાઈ રહ્યો હતો. હવે સ્નાયુતંત્રથી બહાર આવનાર નાની ડ્રોપ્સ (Respiratory droplets) દ્વારા તેનો ફેલાવો ઠંડીની સાથે વધી શકે છે. આ ટીપાના સંપર્કમાં આવવા પર કોરોના વાયરસ ઇન્ફેક્શનનો ખતરો વધવાની આશંકા એક રિસર્ચમાં વ્યક્ત કરવામાં આવી છે. આ અભ્યાસ Nano Letters જર્નલમાં છપાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ફૂટનું અતર પૂરતુ નથી
આ રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે હાલ સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે જે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તે પૂરતા નથી. અભ્યાસમાં ભાર લેનાર રિસર્ચર યાનયિંગ ઝૂએ કહ્યુ કે, તેમના અભ્યાસમાં મોટાભાગના કેસમાં તે જાણવા મળ્યું કે, ડ્રોપ્સ 6 ફૂટથી વધુ દૂર જઈ શકે છે. આટલું અંતર અમેરિકાના  CDC (રોગ નિયંત્રણ માટેનું કેન્દ્ર)એ સુરક્ષિત ગણાવ્યું છે. 


ઠંડી જગ્યાઓ પર ખતરો
તો ઘર અને ઇમારતોની અંદર વોક-ઇન ફ્રિઝ અને કૂલર, કે એવી જગ્યા જ્યાં તાપમાન ઓછુ હોય છે અને ભેજ વધુ, ત્યાં આ ડ્રોપ્સ 6 મીટર (19.7 ફૂટ) સુધી જઈ શકે છે. ત્યારબાદ તે જમીન પર  પડે છે. તેમનું કહેવું છે કે તેવામાં વાયરસ ઘણી મિનિટોથી લઈને એક દિવસ સુધી સંક્રામિત થઈ શકે છે. ઝૂએ કહ્યુ કે, આ એક કારણ હોઈ શકે છે કે ઘણા સ્થાનો પર મીટર પ્રોસેસિંગ પ્લાન્ટથી ઘણા લોકોને ઇન્ફેક્શનની ખબરો સામે આવી છે. 


Corona Vaccine પર સારા સમાચાર! આ દેશે કોરોનાની બીજી રસીને આપી મંજૂરી 


ટીપાં ફેલાવે છે વાયરસ
તો બીજીતરફ ગરમ અને સુકી જગ્યાઓ પર આ ટીપાં જલદી વરાળમાં બદલી જાય છે. તેવામાં આ પાછળ વાયરસના ભાગને છોડી જાય છે અને જો બીજા એયરોસોલને મળે છે. આ એયરોસોલ બોલવા, છીંકવા, ઉઘરસ ખાવા કે શ્વાસ લેવાથી છોડાયા હોય છે. સ્ટડીના મુખ્ય લેખત લેઈ ઝાઓનુ કહેવુ છે કે આ ખુબ નાના છે, સામાન્ય રીતે 10 માઇક્રોનથી પણ નાના. આ કલાકો સુધી હવામાં રહે છે, જેથી શ્વાસ લેવા પર તે વ્યક્તિને ઇન્ફેક્ટ કરી શકે છે. 


હવામાન-તાપમાનથી કરો બચાવ
વૈજ્ઞાનિક જણાવે છે કે ગરમીમાં એયરોસોલ ટ્રાન્સમિશન વધુ ખતરનાક હોય છે અને ઠંડીમાં આ ટીપાં. આ સાથે તે સમજવાની જરૂર છે કે પોતાની જગ્યાએ તાપમાન અને હવામાન પ્રમાણે લોકોએ યોગ્ય બચાવ કરવો પડશે જેથી વાયરસને ફેલાતો રોકી શકાય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઠંડી અને ભેજ વાળા રૂમમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ વધુ હોય. તેમણે આશા કરી છે કે તેનાથી સ્વાસ્થ્ય નીતિઓ બનાવવામાં સરકારોને મદદ મળશે. એવી ગાઇડલાઇનની તૈયારી કરી શકાશે જેનાથી વાયરસનો ફેલાવો ઓછો થાય. સાથે માસ્કને ડિઝાઇન કરવામાં મદદ મળશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube