અબૂજા: દુનિયામાં અનેક ગેરકાયદેસર કામ થાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે દુનિયાના એક ખૂણામાં એક એવું કામ  થાય છે જે તમે વિચારી પણ ન શકો. આફ્રિકા મહાદ્વીપના દેશ નાઈજીરિયામાં આ કામ થાય છે. જેના વિશે તમે જાણીને હક્કાબક્કા રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાઈજીરિયામાં જબરદસ્તીથી યુવતીઓને ગર્ભવતી બનાવવામાં આવે છે અને ત્યારબાદ પેદા થનારા તેમના બાળકોને વેચી દેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે બાળક પેદા કરવા માટે મોટાભાગે સગીરાઓની પસંદગી થાય છે. આ રીતે બાળકોની ફાર્મિંગ કરવામાં આવે છે. 


બેબી ફાર્મિંગનો ધમધોકાર વેપાર
Alzajeera માં છપાયેલા એક અહેવાલ મુજબ બેબી ફાર્મિંગનો આ ગેરકાયદેસર વેપલો નાઈજીરિયાના દક્ષિણ-પૂર્વ ભાગમાં ખુબ ફૂલી ફાલી રહ્યો છે. બેબી ફાર્મિંગ માટે માનવ તસ્કરો કાં તો યુવતીઓને કિડનેપ કરે છે અથવા તો તેમને નોકરી અપાવવાના બહાને પોતાની જાળમાં ફસાવે છે. 


હોટ યુવતીને જોઈને ચુંબન કરવા દોડ્યો યુવક, પણ પછી જે થયું...કૂદાકૂદ કરીને ભાગ્યો, જુઓ Video


પીડિત યુવતીએ આપવીતિ સંભળાવી
એક પીડિતાએ જણાવ્યું કે કામ અપાવવાના બહાને તેને તેના ગામથી લાવવામાં આવી હતી. અનેક લોકોએ તેનો રેપ કર્યો. ગર્ભવતી થયા બાદ પણ અનેકવાર તેના પર રેપ થયો. તેને ઓછા અજવાળવાળા રૂમમાં રાખવામાં આવી હતી. તેણે અનેકવાર ભાગી જવાનું વિચાર્યું પરંતુ ઘરની બહાર નિગરાણી માટે ગાર્ડ રહે છે આથી તે ભાગી શકી નહીં. રેપ કરતી વખતે તેમને એ વાતનો જરાય ફરક પડતો નથી કે છોકરી 6 અઠવાડિયાથી ગર્ભવતી છે કે પછી 6 મહિનાથી. 


મેલ બેબીની કિંમત વધુ
પીડિતાએ વધુમાં કહ્યું કે અમને નથી ખબર હોતી કે અમારું બાળક કેટલામાં વેચી દેવાયું. જો બેબી છોકરો હોય તો તેની કિંમત વધુ હોય છે. એક મેલ બેબીને 2 હજાર ડોલર એટલે કે લગભગ 1 લાખ 48 હજાર 352 રૂપિયામાં વેચવામાં આવે છે. જ્યારે ફીમેલ બેબી 1350 ડોલર એટલે કે લગભગ એક લાખ રૂપિયામાં વેચાય છે. 


America: બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત, 13ની હાલત ગંભીર


14થી 17 વર્ષની સગીરાઓને કરાય છે ટાર્ગેટ
એક રિપોર્ટ મુજબ માનવ તસ્કરો મોટાભાગે 14થી 17 વર્ષની સગીરાઓને ટાર્ગેટ કરે છે. જો આ છોકરીઓ એક સમય માનવ તસ્કરની ચુંગલમાંથી બચીને ભાગી પણ જાય તો તે અબોર્શન કરાવી શકતી નથી કારણ કે નાઈજીરિયામાં અબોર્શન કરાવવા પર પ્રતિબંધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube