PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા
પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.
લંડનઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.
આ પહેલા બ્રિટનની અદાલતથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. યૂકે હાઈકોર્ટે 23 જૂને નિરવ મોદીના ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી હતી. આ રીતે તે પ્રત્યર્પણ રોકવા સંબંધી અપીલના પ્રથમ તબક્કાની લડાઈ હારી ગયો હતો.
ચીનની ચોરી પકડાઈ, આપણા 'તેજસ'ને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ફટાફટ ડિલીટ કર્યો Video
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર કેટલાક બેન્ક ઓફિસરની સાથે મિલીભગત કરી (પીએનબી) ની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે, તો ચોકસી ડોમિનિકાની જેલમાં છે. આ બન્ને વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેને ભારત પરત લાવવાનો પ્રયાસ જારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube