China: ચોરી પકડાઈ, CGTN એ આપણા 'તેજસ'ને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ફટાફટ ડિલીટ કર્યો Video

ચીન (China) ને શક્તિશાળી દર્શાવવાના ચક્કરમાં સરકારી ટીવી ચેનલ સીજીટીએન(CGTN) એ ચોરીનો સહારો લીધો.

China: ચોરી પકડાઈ, CGTN એ આપણા 'તેજસ'ને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ફટાફટ ડિલીટ કર્યો Video

બેઈજિંગ: ચીન (China) ને શક્તિશાળી દર્શાવવાના ચક્કરમાં સરકારી ટીવી ચેનલ સીજીટીએન(CGTN) એ ચોરીનો સહારો લીધો. જો કે સોશિયલ મીડિયા પર જ્યારે ચોરી પકડાઈ ગઈ તો હવે ચેનલની ખુબ ટીકા થઈ રહી છે. વાત જાણે એમ છે કે CGTN એ ભારતના સ્વદેશી ફાઈટર વિમાન તેજસના વીડિયોને ચોરી કરીને તેને ચીની એરફોર્સના ફાઈટર જેટ J-10 ની તાકાત તરીકે દેખાડ્યું. પરંતુ ગણતરીની પળોમાં તેની પોલ ખુલી ગઈ અને ત્યારબાદ ચેનલે પોતાનો વીડિયો ટ્વિટર પરથી ડિલિટ કરી નાખ્યો. 

બસ આ ભૂલ કરી નાખી
સોશિયલ મીડિયા પર ચીનની આ ચોરી ખુબ વાયરલ થઈ રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના 100 વર્ષ પૂરા થવાના અવસરે CGTN દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં તેણે ફાઈટર વિમાનને બોમ્બ વરસાવતા દેખાડ્યા. બસ અહીં જ તેની ચોરી પકડાઈ ગઈ. વીડિયો ફૂટેજમાં જે ઘાતક બોમ્બને પાડતા દેખાડવામાં આવ્યા છે તે ફૂટેજ ભારતના તેજસ ફાઈટર જેટના છે. 

— Dr. Bo 🇺🇸🇹🇼🇭🇰 (@BoDiplo) June 30, 2021

અનેક વર્ષ જૂનું ફૂટેજ છે
તેજસમાંથી બોમ્બ વરસાવવાનું આ પરીક્ષણ 2013નું હોવાનું કહેવાય છે. આ દરમિયાન તેજસે લેઝર ગાઈડેડ બોમ્બ વરસાવવાનું અને હવામાંથી હવામાં મિસાઈલ છોડવાનું પ્રદર્શન કર્યું હતું. ચીની મીડિયાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની આ ચોરી પકડાઈ શકે છે. જો કે જ્યારે એવું બન્યું તો તેની પાસે વીડિયો ડિલિટ કરવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો. ચીનની ચોરી સામે આવતા જ લોકોએ સીજીટીએનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. તેમનું કહેવું છે કે જે પ્રકારે ચીન હથિયારોની ડિઝાઈન ચોરી કરીને હથિયાર બનાવી રહ્યું છે તે જ રીતે હવે ફૂટેજ પણ ચોરી કરવા લાગ્યું છે. 

જિનપિંગનું ભડકાઉ ભાષણ
આ બાજુ કમ્યુનિસ્ટ પાર્ટીના 100માં સ્થાપના દિવસના અવસરે રાષ્ટ્રપતિ શી જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે ચીનને પરેશાન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. અમે કોઈ પણ વિદેશી તાકાતને મંજૂરી નહીં આપીએ કે તે અમને આંખ દેખાડે. અમને દબાવે કે પછી અમારા પર અધિકાર જમાવે. અમને આંખ દેખાડનારા લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. કહેવાય છે કે જિનપિંગના આ ભડકાઉ ભાષણથી પશ્ચિમી દેશોની સાથે તેનો તણાવ વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news