તુલસા : સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Trump) પોતાનાં નિવેદનોનાં કારણે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. પછી તે જાહેર સમારંભોમાં હોય કે પછી ટ્વિટર પર હોય. તેમનું ફરીથી એકવાર નિવેદન આવ્યું છે, જેમાં લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આ નિવેદન ઓક્લાહોમામાં પોતાનાં ચૂંટણી પ્રચારની રેલીમાં આપ્યું હતું. રેલીમાં તેમણે ફરીથી કોરોના વાયરસ અંગેની વાત કરી અને પોતાનાં જ માટે એક નવી મુસીબત પેદા કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હવે કોરોડા મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં

પહેલાથી જ તેઓ અમેરિકામાં આફ્રિકી-અમેરિકી અને એશિયન સમુદાયની વિરુદ્ધ વંશવાદને ખત કરવા માટે વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે, તેમના પર તેમણે ચીન (CHINA) પર વિશ્વમાં વાયરસ ફેલાવવાનો એકવાર ફરીથી આરોપ લગાવ્યો. એટલું જ નહી આરોપ લગાવતા તેમણે કોરોના વાયરસને કુંગ ફ્લૂ (Kung Flu) આકરો જવાબ આપ્યો. 


અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન

જો કે દોષ તો તેઓ અનેક મહિનાઓથી આપી રહ્યા છે, પરંતુ કુંગ શબ્દનો ઉપયોગ વશવાદનું પગલું છે જે અમેરિકામાં એશિયન સમુદાય માટે હિંસક ગડબડ લાવી શકે છે. એટલું જ નહી, રાષ્ટ્રપતિએ એટલે સુધી કહ્યુ કે, તેમણે પોતાનાં અધિકારીઓથી દેશમાં કોરોના વાયરસનાં પરીક્ષણને ધીમી કરવા માટે કહ્યું છે. તેમને લાગે છે કે, COVID પરીક્ષણ એક બેધારી તલવાર છે. કારણ કે વધારે પરીક્ષણથી વધારે કેસની ઓળખ થાય છે. 


Zee News World Exclusive: ભારતે લીધો ચીન સાથે બદલો, ચીની અને સૈનિકોની ગર્દન તોડી નાખી

તેમણે કહ્યું કે, જ્યારે તમે વધારે પરીક્ષણ કરો છો, તો તમે વધારે લોકોને શોધો છો અને વધારે કેસ શોધો છે. એટલા માટે મે મારા લોકોને પરીક્ષણ ધીમુ કરવા માટે કહ્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, અમેરિકાએ અત્યાર સુધી લગભગ 25 મિલિયન  એટલે કે 2.5 કરોડ લોકોનું પરીક્ષણ કર્યું છે, જે અન્ય દેશોની તુલનાએ વધારે છે. 


રાજધાનીમાં મોટા આતંકવાદી હૂમલાની આશંકા, હાઇએલર્ટ પર દિલ્હી પોલીસ

આ નિવેદન બાદ વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરવી પડી અને એક અધિકારીએ ત્યાર બાદ સ્થાનિક મીડિયાને જણાવવું પડ્યું કે, ટ્રમ્પ મજાક કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વંશવાદ અને પોલીસ ક્રુરતાની વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, જેના કારણે અહીં કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર