નવી દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે પ્રકારે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે તેઓ જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. છેલ્લા 20 દિવસથી દુનિયાભરના મીડિયામાં તેમના અત્યંત ખરાબ સ્વાસ્થ્યની અટકળો થઈ રહી હતી. આ બધી અટકળો વચ્ચે કિમ જોંગ ઉને શુક્રવારે પ્યોંગયાંગ પાસે એક ફર્ટિલાઈઝરના કારખાનાનું ઉદ્ધાટન કર્યું. લગભગ 3 સપ્તાહ બાદ પહેલીવાર કિમ જોંગ ઉન જાહેરમાં જોવા મળ્યાં. કિમ જોંગ ઉનના આ કાર્યક્રમનો વીડિયો પણ જાહેર થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં કિમ જોંગ ઉન સંપૂર્ણ સ્વસ્થ જોવા મળી રહ્યાં છે. તેમણે આખી ફેક્ટરીનું ભ્રમણ કર્યું અને ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો. આ દરમિયાન ત્યાં હાજર હજારો લોકોએ હાથ હલાવીને કિમ જોંગ ઉનનું સ્વાગત કર્યું. કિમ જોંગે પણ તેમની વચ્ચે જઈને તેમનું અભિવાદન સ્વીકાર્યું. કિમના આ વીડિયોની સાથે જ એ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું કે તેમનું સ્વાસ્થ્ય નાજૂક છે.     


કાળા કપડાંમાં મરક મરક હસતાં જોવા મળ્યાં કિમ જોંગ
ઉત્તર કોરિયાના અધિકૃત સમાચાર પ્રતિષ્ઠાન 'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એન્જસી'એ જણાવ્યું કે કિમ અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે સુનચોનમાં શુક્રવારે કાર્યક્રમમાં સામેલ થયાં. તેમની સાથે તેમની બહેન કિમ યો જોંગ પણ સામેલ થઈ હતી. વિશ્લેષકોનું માનવું છે કે કિમ જોંગ ઉન  બાદ તેમની બહેન જ દેશની બાગડોર સંભાળશે. સરકારી અખબાર 'રોડોંગ સિનમુન'એ કિમની અનેક તસવીરો પણ પ્રકાશિત કરી હતી જેમાં તેઓ કાળા કપડાં પહેરીને હસતા જોવા મળ્યા હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube