જીવન અને મોતની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન
ઉત્તરર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ઉન ગંભીર રૂપથી બીમાર થઈ ગયા છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે તેમના જીવને ખતરો છે. કિમનું એક ઓપરેશન કરવામાં આવ્યું ત્યારબાદ તેમની તબીયત વધુ ખરાબ થઈ ગઈ છે.
સોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન ગંભીર રૂપે બિમાર થઈ ગયા છે અને આ દિવસોમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. માહિતી મળી કે તેમની કાર્ડીઓવૈસ્ક્યલર (cardiovascular)ને કારણે સારવાર ચાલી રહી હતી. અમેરિકી ટીવી ચેનલ સીએનએનના રિપોર્ટ પ્રમાણે કિમ જોંગની સર્જરી કરવામાં આવી પરંતુ ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ ગયું છે.
એક અમેરિકી અધિકારીએ કહ્યું કે, કિંમ જોંગ ઉનનો જીવ ખતરામાં છે. સીએનએન પ્રમાણે કિંમ જોંગ ઉનની તબીયત છેલ્લા થોડા મહિનાથી ખરાબ હતી. કિમ જોંગ ઉન વધુ સ્મોકિંગ કરે છે અને તેમને મોટાપાની પણ બીમારી છે. કિંમ જોંગ ઉન છેલ્લે 11 એપ્રિલે જોવા મળ્યા હતા. એટલું જ નહીં કિમ જોંગ ઉન પોતાના દાદાના જન્મદિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં પણ 15 એપ્રિલે જોવા ન મળ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ કિમ જોંગ ઉન આ દિવસોમાં હયાંગસાન ગામમાં એક વિલામાં સારવાર લઈ રહ્યાં છે. કિમના બ્રેન ડેડ હોવાની ખબરો પર હજુ અમેરિકાના અધિકારીઓ ટિપ્પણી આપી રહ્યાં નથી. બીજીતરફ ગુપ્ત રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયાથી સાચી માહિતી આવવી ખુબ મુશ્કેલ છે. કિમ જોંગ ઉનની ઉત્તર કોરિયામાં કોઈ ભગવાનની જેમ પૂજા થાય છે તેથી ખુબ મુશ્કેલીથી માહિતી આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર