Norway Doctor Rape Case: 87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સામે આવ્યું સૌથી મોટું યૌન શોષણ કાંડ
આ મામલો નોર્વેના ઈતિહાસનો સૌથી મોટો યૌન શોષણ કાંડ હોવાનું કહેવાય છે. પીડિતાઓની ઉંમર 14 વર્ષથી 67 વર્ષ વચ્ચે છે. આરોપ છે કે બાયે 20 વર્ષ સુધી આ જઘન્ય કૃત્યોને અંજામ આપ્યો.
નોર્વેના એક નાનાકડા ગામમાં અનેક મહિલાઓ સાથે શારીરિક શોષણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ડોક્ટર રહી ચૂકેલા 55 વર્ષના અર્નેબાય પર 87 મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાનો અને તેમના વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલો નોર્વેના ઈતિહાસનો સૌથી મોટો યૌન શોષણ કાંડ હોવાનું કહેવાય છે. પીડિતાઓની ઉંમર 14 વર્ષથી 67 વર્ષ વચ્ચે છે. આરોપ છે કે બાયે 20 વર્ષ સુધી આ જઘન્ય કૃત્યોને અંજામ આપ્યો.
ડોક્ટરે પદનો દુરઉપયોગ કર્યો
અભિયોજન પક્ષ મુજબ બાયે 94 મહિલાઓ સાથે યૌન ઉત્પીડન કર્યું, જેમાંથી બે સગીરા હતી. ડોક્ટરે પોતાના પદનો દુરઉપયોગ ક રતા આ બધુ કર્યું. બાયે 3 મામલાઓમાં દુષ્કર્મ અને 35 મામલાઓમાં પદના દુરઉપયોગની વાત સ્વીકારી છે. તપાસ દરમિયાન પોલીસે ડોક્ટર પાસેથી 6000 કલાકથી વધુની વીડિયો સામગ્રી જપ્ત કરી છે. આ વીડિયો ગુપ્ત રીતે દર્દીઓ સાથે કરાયેલા દુષ્કર્મ અને ગાઈનેકોલોજિકલ તપાસનું રેકોર્ડિંગ છે. કોર્ટમાં રજૂ કરાયેલા વીડિયોએ સમગ્ર નોર્વેને હચમચાવી દીધુ છે.
પીડિતાઓની આપવીતિ
એક પીડિતાએ કોર્ટને જણાવ્યું કે તેણે ફક્ત ગળાની ખારાશ માટે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડોક્ટરે તેને કપડાં વગર તપાસ માટે જણાવ્યું. મહિલાએ કહ્યું કે મે વિચાર્યું હતું કે તેઓ ડોક્ટર છે, આથી મે તેમની વાત માની. અનેક મહિલાઓએ ગાઈનેકોલોજિકલ તપાસ દરમિયાન દર્દનાક અનુભવઅને ખોટી રીતે સ્પર્શવાની ફરિયાદ કરી.
પ્રાઈવેટ અંગોમાં નાખી વિચિત્ર ચીજ
આરોપ પત્રમાં કહેવાયું છે કે ડોક્ટરે પીડિતાઓના પ્રાઈવેટ અંગોમાં કોઈ પણ મેડિકલ કારણ વગર 'ડિઓડ્રન્ટ જેવી', 'બોટલ જેવી' અને અન્ય સિલિન્ડર આકાર ટાઈપ વસ્તુ નાખી હતી. એક મહિલાએ કહ્યું કે આ એટલું બધુ દર્દનાક હતું કે તેને લાગ્યું કે તે જાણે મરી જશે. ફ્રોસ્તા નામના નાનકડા ગામમાં બાય એક સન્માનિત ડોક્ટર તરીકે જાણીતો હતો. તેના વિરુદ્ધ આરોપો સામે આવ્યા બાદ ગામડાના લોકો આઘાતમાં સરી પડ્યા છે. બાય અનેક વર્ષોથી ગામમાં સ્વાસ્થ્ય સેવા આપતો હતો અને તેની આ છબીના કારણે તેના પર કોઈ શક કરતું નહતું.
તપાસ અને કેસની સ્થિતિ
ઓગસ્ટ 2022માં સ્વાસ્થ્ય અધિકારીઓની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી હતી. બાય પર 2023માં ઔપચારિક રીતે કેસ દાખલ થયો પરંતુ તેની ધરપકડ કરાઈ નહીં. અધિકારીઓએ કહ્યું કે આ મામલાની ગંભીરતા છતાં બાયને અટકમાં લેવાનો આધાર નથી. આરોપો મુજબ ડોક્ટરે એક જ પરિવારની મહિલાઓ કે જેમાં એક માતા, પુત્રી અને બહેન સામેલ છે તેમને પણ પોતાના શિકાર બનાવ્યા. કોર્ટમાં એક મહિલાએ કહ્યું કે ડોક્ટરે તેની અનેકવાર ગાઈનેકોલોજિસ્ટની ખુરશી પર બેસીને લાંબા સમય સુધી તપાસ કરી. જ્યારે તેને કોઈ પણ પ્રકારની પેટ સંલગ્ન સમસ્યા હતી નહીં.