Snake Farms: એક તરફ જ્યાં ઘણા લોકો સાંપના નામથી ડરે છે. ત્યારે અહીં બીજી તરફ ચીનમાં એક એવું ગામ છે જ્યાં ઝેરી સાંપની ખેતી કરવામાં આવે છે. ઘણા લોકોને આ વાત સાંભળીને જોરથી ઝટકો લાગી શકે છે. આવો જાણીએ આ પ્રકારની ખેતી વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંપનું નામ સાંભળતા જ લોકોમાં ડરનો અહેસાસ જોવા મળે છે. એવામાં કેટલાક લોકો છે જે સાંપોને પોતાના ઘરોમાં પાળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સાંપના કારણે આ લોકોનું ગુજરાન ચાલે છે. ખેરખરમાં આવું ચીનના ઝેજિયાંગ પ્રાંતના એક ગામમાં થયા છે.


આ પણ વાંચો:- T20 વર્લ્ડ કપ બાદ સંન્યાસ લેશે વિરાટ કોહલી! આ એક નિવેદનથી ક્રિકેટ જગતમાં મચી સનસની


આ ગામમાં લોકો ઝેરી સાંપોને પાળે છે અને આ સાંપની ખેતી કરે છે. તમને જણાવી દઈએ કે ચીનના આ ગામનું નામ જીસીકિયાઓ છે. દર વર્ષે લગભગ 30 લાખ સાંપોની ખેતીના કારણે ગામમાં રહેતા લોકો આ સાંપોને પોતાની આવકનું મુખ્ય સાધન બનાવે છે.


ચીનમાં સાંપોની ખેતીની પરંપરા ઘણી જૂની છે. જણાવવામાં આવે છે કે 1980 માં આ ગામમાં પહેલીવાર સાંપોની ખેતી થઈ હતી. એટલે કે આ ગામના લોકો ઘણા વર્ષોથી ખેતોમાં પાકની જગ્યાએ સાંપોં પાળે છે. ચીની દવાઓમાં પણ ઝેરી સાંપનો ઉપયોગ કરવામાં આવે છે.


આ પણ વાંચો:- મહેતા સાહેબની એન્ટ્રી બાદ પણ શોમાંથી ગાયબ જેઠાલાલ, આ કારણથી નહીં જોવા મળે દિલિપ જોશી


આ ગામમાં લગભગ 1 હજાર લોકો પોતાના જીવન ગુજરાન ચલાવે છે. સાંપોનો વ્યાપારનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે અહીંની આબાદીને જોતા અહીં 100 થી વધુ સ્નેક ફાર્મ છે. ત્વચાના રોગોને દૂર કરવાથી લઇને કેન્સરની દવાઓ સુધી લોકો સાંપનો ઉપયોગ કરે છે.


કોબરા, અજગર, વાયપર, રેટલ જેવા ઝેરીલા સાંપથી લઇને ઝેર વગરના સાંપો સુધી તમામની ખેતી કરવામાં આવે છે. ગરમીઓમાં સાંપોના બચ્ચા પાળવામાં આવે છે અને શિયાળામાં વેચવામાં આવે છે. અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા, જર્મની સહિત આ સાંપોને દુનિયાના ઘણા દેશોમાં વેચવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube