100 વર્ષ પહેલા જોયો હતો સ્પેનિશ ફ્લૂ, Coronavirus Lockdownમાં કરી 116માં જન્મદિવસની ઉજવણી
કોરોના વાયરસ લૉકડાઉનમાં 116મો જન્મદિવસ ઉજવનારા ફ્રેડી સ્પેનિશ ફ્લૂની દુર્ઘટના પણ જોઈ ચુક્યા છે. તેમની બહેન સ્પેનિશ ફ્લૂનો શિકાર બન્યા હતા. ફ્રેડી જણાવે છે કે ત્યારે શું સ્થિતિ હતી અને હવે તેઓ શું મિસ કરી રહ્યાં છે.
કેપટાઉનઃ એવા સમયમાં જ્યારે કોરોના વાયરસે વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. એક વ્યક્તિ એવા છે જે 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂની ત્રાસદીને પણ જોઈ ચુક્યા છે. એડિલેડના ફ્રેડી બ્લોમે શુક્રવારે પોતાના 116માં જન્મદિવસની ઉજવણી કરી અને તેમની માત્ર એક ઈચ્છા હતી, એક સિગરેટની. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે તેઓ સૌથી વધુ સિગરેટને મિસ કરી રહ્યાં છે. ફ્રેડીએ 1918માં સ્પેનિશ ફ્લૂમાં પોતાની બહેનને ગુમાવી હતી. તેમને બિનસત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ માનવામાં આવે છે.
બહેનનું થયું હતું મોત
સ્પેનિશ ફ્લૂએ દેશમાં 3 લાખ લોકોનો જીવ લીધો હતો. ફ્રેડી યાદ કરતા કહે છે કે તેમને ઇન્ફેક્શન ન થઈ જાય તેથી તેઓ ઘરની બહાર ભૂસા પર સુતા હતા. ફ્રેડીએ પોતાના જીવનનો મોટો ભાગ કેપટાઉનમાં ખેતી કરતા પસાર કર્યો છે. તેઓ પોતાની 86 વર્ષીય પત્ની જેનેટને એક ડાન્સ દરમિયાન મળ્યા હતા અને જાઇવ કરીને તેમનું દિલ જીતી લીધું હતું.
ફ્રેડીને ખુબ બાળકો નથી. તેમણે જેનેટના પાછલા લગ્નના બાળકોને અપનાવ્યા તે તેમને ખુબ માને છે. તેમના જન્મદિવસ પર બાળકોની સાથે આખુ ગામ જશ્ન મનાવવા પહોંચ્યું હતું. બંન્નાના લગ્નને 50 વર્ષ થઈ ગયા છે. ત્રીસ વર્ષ પહેલા તેઓ કેપટાઉન આવ્યા હતા.
કોરોના હોસ્પિટલોમાં 1.3 લાખ બેડ, અત્યાર સુધી માત્ર 1.5 ટકાનો ઉપયોગ, ભારતમાં હારશે કોવિડ-19
આ છે રાઝ
ફ્રેડી બે વર્ષથી ડોક્ટર પાસે જતા નથી. 106 વર્ષની ઉંમર સુધી તેઓ ગાર્ડનર તરીકે કામ કરતા હતા અને લાકડી કાપતા હતા. તેઓ કહે છે કે તે ભગવાનની કૃપાથી આટલુ લાંબુ જીવ્યા ચે. ફ્રેડી કહે છે, હું તમાકુનું સેવન કરુ છું, ડોક્ટરની પાસે જતો નથી. ઈનો પીવ છુ અને ડિસ્પ્રિન ખાવ છુ અને એકદમ સ્વસ્થ છુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર