નવી દિલ્હીઃ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ નવા વેરિએન્ટને B.1.1.529 કહ્યું છે અને તેને ઓમિક્રોન નામ આપવામા આવ્યું છે. WHO એ તેને ખતરનાક માનતા લોકોને ચેતવણી આપી છે. આ સપ્તાહે પ્રથમવાર નવા વેરિએન્ટની ઓળખ દિણ આફ્રિકામાં થઈ છે. ત્યારબાદ આ સ્ટ્રેન બોત્સવાના સહિત આસપાસના ઘણા દેશોમાં ફેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો ખતરનાક છે નવો વેરિએન્ટ
WHO એ સ્વીકાર્યું કે, નવો વેરિએન્ટ ઓમિક્રોન લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, નવો વેરિએન્ટ ઝડપથી ફેલાવાનો છે. તે ખુબ ખતરનાક છે અને રસી લઈ ચુકેલા લોકોમાં પણ સંક્રમણ થવાની માહિતી મળી છે. એટલું જ નહીં ઇઝરાયલમાં નવા વેરિએન્ટથી સંક્રમિત થયેલા એક વ્યક્તિને વેક્સીનના બે ડોઝની સાથે ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી રહ્યાં છે અને તે વાતની માહિતી મેળવી રહ્યાં છે કે નવો વેરિએન્ટ ડેલ્ટા સહિત કોઈ અન્ય વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે. 


આ પણ વાંચોઃ Omicron: કોરોનાના નવા વેરિયન્ટની સામે વેક્સિન, બૂસ્ટર ડોઝ... બધું ફેલ! WHO એ શું આપી ચેતવણી?


કોરોનાનો નવો વેરિએન્ટ Omicron શું છે?
જાણકારી અનુસાર ઓમિક્રોનમાં ઘણા સ્પાઇક પ્રોટીન મ્યૂટેશન છે અને તે ખુબ સંક્રામક છે. Omicron એક ગ્રીક શબ્દ છે. કોવિડ 19 મહામારી આવ્યા બાદથી અત્યાર સુધી અનેક વેરિએન્ટ સામે આવી ચુક્યા છે. આ ક્રમમાં દક્ષિણ આફ્રિકામાં જીનોમિક્સ પર નજર રાખવામાં આવેલી કમિટીએ હાલમાં એક નવા વેરિએન્ટની જાણકારી મેળવી અને તે બી. 1.1.529 નામ આપવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેનું નામ ઓમિક્રોનન રાખ્યું છે. 


ડેલ્ટાથી પણ ખતરનાક છે Omicron
કોરોનાના નવા વેરિએન્ટની માહિતી સામે આવ્યા બાદ લોકોની ચિંતા વધી ગઈ છે. મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ડોક્ટરો અને નિષ્ણાંતોની ટીમ તે માની રહી છે કે નવો વેરિએન્ટ વધુ ટ્રાન્સમિસબલ છે અને તે ઇમ્યુનિટીને ઝડપથી માત આપવામાં કુશલ છે. આ અત્યાર સુધીના કોઈપણ વેરિએન્ટથી વધુ ખતરનાક છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ વેક્સીનના ડોઝ સિવાય બૂસ્ટર ડોઝ પણ લીધો છે તેમાં પણ આ સંક્રમણ જોવા મળ્યું છે. 


આ પણ વાંચોઃ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવતા ભારત એલર્ટ, PM મોદીએ કરી સમીક્ષા


હાલ આ વેરિએન્ટ આફ્રિકામાં ઝડપથી ફેલાય રહ્યો છે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની તેના પર ખાસ નજર છે અને અનેક અભ્યાસ કરવામાં આવી રહ્યાં છે. બૂસ્ટર ડોઝની જરૂરીયાતને પણ ફરજીયાત લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ડોક્ટર તે માને છે કે બૂસ્ટર ડોઝથી વેક્સીનની અસરકારકતા વધી જાય છે. દુનિયાના ઘણા દેશ હાલ યાત્રા પ્રતિબંધોને લઈને એલર્ટ થઈ ગયા છે જેથી લોકોને સંક્રમણથી બચાવી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube