PM મોદીએ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરના નિયંત્રણોની સમીક્ષા કરી, કહ્યું- સાવચેત રહેવાની જરૂર

Corona Review Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દક્ષિણ આફ્રિકામાં આવેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો વિશે જાણકારી આપવામાં આવી છે. 

PM મોદીએ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરના નિયંત્રણોની સમીક્ષા કરી, કહ્યું- સાવચેત રહેવાની જરૂર

નવી દિલ્હીઃ PM Modi Corona Review Meeting: કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. આ વચ્ચે શનિવારે પીએમ મોદીએ કોવિડ-19 અને રસીકરણ પર શનિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને આફ્રિકામાં આવેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો વિશે જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નવા ઉભરતા વેરિએન્ટને ધ્યાનમાં રાખી અધિકારીઓ પાસેથી કોવિડને કારણે લાગૂ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજનાની સમીક્ષા કરવા કહ્યું છે. 

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યાત્રીકોના આવવા પર તેની મોનિટરિંગ અને જોખમ વાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું છે, જ્યાંથી આ નવા કેસ આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોરોનાના નવા સ્ટ્રેનને જોતા આંતરરાષ્ટ્રીય યાત્રીકોના પ્રતિબંધો પર ઢીલની સમીક્ષા કરો. 

— Narendra Modi (@narendramodi) November 27, 2021

પ્રધાનમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક આશરે બે કલાક ચાલી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તે રાજ્ય સરકારો સાથે ખુબ નજીકથી કામ કરે જેથી રાજ્ય અને જિલ્લા સ્તરો પર જાગરૂકતા ફેલાવી શકાય. સાથે પ્રધાનમંત્રીએ તે જગ્યાઓ પર કડક નિયમ અને નજર રાખવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં વધુ કેસ સામે આવી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટે વિશ્વમાં ફરી તણાવ પેદા કરી દીધો છે. આ નવા વેરિએન્ટ અને તેના ખતરાને જોતા ઘણા દેશોએ યાત્રા પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના નવા વેરિએન્ટવાળા દેશ- દક્ષિણ આફ્રિકા, યૂરોપ, હોંગકોંગથી ફ્લાઇટ્સ સતત ભારત આવી રહી છે. આ સંબંધમાં આજે ડીજીસીએ બેઠક કરશે અને નક્કી કરશે કે આ દેશો પપ યાત્રા પ્રતિબંધ લગાવવામાં આવે કે 14 દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news