નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2019 થી તેણે તબાહી મચાવવાનું શરૂ કર્યું. ભારતમાં પણ બીજી લહેર દરમિયાન કોરાનાએ ભારે વિનાશ સર્જ્યો હતો. જો કે ભારતમાં કોરાનાના ત્રીજા મોજાની ગતિ ધીમી પડી છે. પરંતુ આ દરમિયાન, હોંગકોંગમાં ઓમિક્રોનના કેસોએ ચિંતા વધારી છે. અહેવાલો અનુસાર, હોંગકોંગમાં કોરોના મહામારીએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં કોરોના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા નથી. સ્થિતિ એવી સર્જાઇ છે કે દર્દીઓને હોસ્પિટલની બહાર સારવાર આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોંગકોંગમાં ચાલી રહી છે કોરોનાની 5મી લહેર
હોંગકોંગમાં લોકોને કોવિડ-19 ટેસ્ટ માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ચીનની જેમ અહીં પણ ઝીરો-કોવિડ પોલિસીનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં લોકોને આવા ખરાબ સંકટમાંથી પસાર થવું પડે છે. અહીં વિવિધ ભાગોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. હોંગકોંગની સરકાર કોરોના મહામારીની પાંચમી લહેરનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ખાસ વાત એ છે કે ત્યાંના મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત છે.

VIDEO : એર ઇન્ડીયના પાયલોટોએ બ્રિટનમાં વાવાઝોડા વચ્ચે કર્યું લેન્ડીંગ, વાયરલ થયો વીડિયો


લૂનર નવા વર્ષ બાદ ઝડપથી વધ્યા કેસ
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા હોંગકોંગમાં લૂનર ન્યૂ યર પર લોકોએ ખૂબ જ ધમાલ મચાવી હતી. લોકો ભીડભાડ વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એકઠી થયેલી ભીડને કારણે દેશમાં અચાનક કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો.


મહામારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે હોંગકોંગ
હોંગકોંગ હાલમાં કોરોનાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ મહિને દરરોજ સંક્રમણના કેસોમાં 60 ગણો વધારો નોંધાયો છે. ચીનના શહેરોએ અહીં હોંગકોંગના લોકોને પ્રવેશ નકારી દીધો છે. તેઓ કહે છે કે તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવાની દૂરની વાત છે, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં લગભગ 11 સરકારી હોસ્પિટલો છે જ્યાં બેડ ભરેલા છે. આ સાથે ઈમરજન્સી સેવા પણ હાઈ એલર્ટ પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube