VIDEO : એર ઇન્ડીયના પાયલોટોએ બ્રિટનમાં વાવાઝોડા વચ્ચે કર્યું લેન્ડીંગ, વાયરલ થયો વીડિયો
એર ઈન્ડિયાની બે ફ્લાઈટના પાઈલટોએ શુક્રવારે બપોરે લંડનના હીથ્રો ખાતે તેમના બોઈંગ ડ્રીમલાઈનર એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરીને કુશળતા અને કૌશલ્ય દર્શાવ્યું હતું. યુનિસન વાવાઝોડાના કારણે સેંકડો ફ્લાઈટ્સ મોડી, ડાયવર્ટ અથવા કેન્સલ કરવામાં આવી. પરંતુ કેપ્ટન અંચિત ભારદ્વાજ અને આદિત્ય રાવે વાવાઝોડામાં પણ પોતાના વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: એર ઈન્ડિયાની બે ફ્લાઈટના પાઈલટોએ શુક્રવારે બપોરે લંડનના હીથ્રો ખાતે તેમના બોઈંગ ડ્રીમલાઈનર એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરીને કુશળતા અને કૌશલ્ય દર્શાવ્યું હતું. યુનિસન વાવાઝોડાના કારણે સેંકડો ફ્લાઈટ્સ મોડી, ડાયવર્ટ અથવા કેન્સલ કરવામાં આવી. પરંતુ કેપ્ટન અંચિત ભારદ્વાજ અને આદિત્ય રાવે વાવાઝોડામાં પણ પોતાના વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું.
એર ઈન્ડિયાએ પણ તેના પાઈલટોની પ્રશંસા કરી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમારા કુશળ પાઇલોટ્સ લંડનમાં ઉતર્યા જ્યારે અન્ય ઘણી એરલાઇન્સ આવી શકી ન હતી."
ઘણા વિમાનોને એરપોર્ટની આસપાસ પોતાના લેન્ડિંગ અથવા ચક્રને રદ કરવાની ફરજ પડી હતી જેને "ગો-અરાઉન્ડ" કહેવામાં આવે છે.
"Very skilled Indian Pilot" 👨✈️👏
Pilots of this Air India flight managed to land their B787 Dreamliner aircraft with ease into London Heathrow yesterday afternoon in its first attempt even as Storm Eunice left hundreds of flights delayed, cancelled or diverted...
Jai Hind!🇮🇳 pic.twitter.com/94FrTnTUiy
— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) February 19, 2022
શુક્રવારે યુનિસન વાવાઝોડાને લઈને લંડન માટે પ્રથમ વખત હવામાનનું "રેડ" એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. 1987માં બ્રિટન અને ઉત્તરી ફ્રાન્સમાં ત્રાટકેલા "ગ્રેટ સ્ટોર્મ" બાદ યુરોપમાં તે સૌથી શક્તિશાળી વાવાઝોડાઓ પૈકીનું એક હતું.
યુનિસ વાવાઝોડાને કારણે પશ્ચિમ યુરોપમાં ફ્લાઈટ્સ, ટ્રેનો ખોરવાઈ ગઈ છે. યુનિસ વાવાઝોડાએ ઈંગ્લેન્ડમાં 140,000 થી વધુ ઘરો અને આયર્લેન્ડમાં 80,000 ઘરો અને વ્યવસાયોમાં વીજળી ગૂલ થઇ ગઇ છે. આ તોફાનથી લાખો લોકો પ્રભાવિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે