નવી દિલ્હી: ભારતમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોના કારણે જનતાની સાથે સાથે સરકારની પણ ઊંઘ ઉડી ગઈ છે. 10-15 રૂપિયે કિલો વેચાતી ડુંગળી માર્કેટમાં 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બજારમાં સામાન્ય માણસ તો ડુંગળીનો જાણે ભાવ પૂછીને જ સંતોષ માણી રહ્યો છે. આ બાજુ સરકારની પણ તમામ કોશિશો હજુ સફળ થઈ શકી નથી. વાત જાણે એમ છે કે ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધવાના કારણે ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર વધીને 4.62 પર પહોંચી ગયો. કહેવાય છે કે ડુંગળી, ટામેટા (Tomato)  અને અન્ય શાકભાજીઓના ભાવમાં 26 ટકા જેટલો માતબાર વધારો થવાના કારણે રિટેલ મોંઘવારીમાં વધારો થયો. આટલી મોંઘવારી વધવા છતાં રાહતની વાત એ છે કે દુનિયાના સૌથી વધુ મોંઘવારીવાળા 50 શહેરોમાં ભારતનું નામ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા


ભારતમાં ડુંગળીનો ભાવ એક કિલોના 200 રૂપિયા પહોંચતા તો હાહાકાર મચી ગયો છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં હાલના સમયમાં માત્ર 5 ટામેટા ખરીદવા માટે લોકોએ 50 લાખ ચૂકવવા પડી રહ્યાં છે. આવી ભયાનક સ્થિતિ વેનેઝુએલા (Venezuela) ની છે. આ દેશમાં ફક્ત 5 ટામેટાની કિંમત 50 લાખ બોલિવર છે (બોલિવર વેનેઝુએલાની કરન્સી છે). 


વેનેઝુએલામાં લોકો બેગમાં નોટો ભરીને શાકભાજી ખરીદવા માટે આવે છે. આ એક એવો દેશ છે જ્યાં વધતી જતી મોંઘવારીના કારણે લોકો દિવસમાં એકવાર જ ભોજન કરે છે. હાલના એક રિપોર્ટ મુજબ વેનેઝુએલામાં લોકોએ 5 ટામેટા ખરીદવા માટે 50 લાખ બોલિવર ખર્ચ કરવા પડી રહ્યાં છે. બોલિવર વેનેઝુએલાની કરન્સી છે. વેનેઝુએલામાં મોંઘવારી દર 929789.5 ટકા છે. 


એક જગ્યા એવી જ્યાં એક પ્લેટ ભોજનની કિંમત એક કરોડ રૂપિયા, અબજોપતિ પણ રહે છે ભૂખ્યા


ચીજના ભાવ એટલા વધી ગયા છે કે લોકો એક પેકેટ બ્રેડ માટે પણ કોથળા ભરીને નોટો લાવે છે. આટલી મુશ્કેલીઓ જોતા વેનેઝુએલાના કેન્દ્રીય બેંક વધુ મોટા મૂલ્યવાળી બેંક નોટ બહાર પાડવા જઈ રહી છે. હકીકતમાં આ લેટિન અમેરિકન દેશ અનેક કારણોસર મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. વેનેઝુએલા પાસે એક સમયે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર હતો અને તે સમૃદ્ધ દેશોમાં સામેલ હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube