Oxfordએ તૈયાર કરી COVIDની ખાસ ટેસ્ટિંગ કિટ, માત્ર 5 મિનિટમાં આપશે રિપોર્ટ
આ ડિવાઇસની ખાસ વાત છે કે તે ચોક્કસતાની સાથે અન્ય વાયરસ અને કોરોના વાયરસમાં તફાવત કરી તેની જાણકારી મેળવી શકશે.
લંડનઃ ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલય (Oxford University)ના વૈજ્ઞાનિકોએ હવે કોરોના વાયરસના ટેસ્ટ માટે એવી રેપિડ એન્ટીઝન કિટ વિકસિત કરી છે, જે સંપૂર્ણ પ્રક્રિયાને માત્ર 5 મિનિટમાં પૂરી કરી શકે છે. સંશોધકોએ ગુરૂવારે આ વિશે જાણકારી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, તેનો ઉપયોગ એરપોર્ટ અને વ્યવસાયોમાં મોટી સંખ્યામાં લોકોના સામૂહિક ટેસ્ટિંગ (Mass Testing) કરવામાં થઈ શકે છે.
આ ડિવાઇસની ખાસ વાત છે કે તે ચોક્કસતાની સાથે અન્ય વાયરસ અને કોરોના વાયરસમાં તફાવત કરી તેની જાણકારી મેળવી શકશે.
2021થી થઈ જશે ઉપલબ્ધ
ઓક્સફોર્ડના ભૌવિક વિભાગના પ્રોફેસર અચિલ્સ કાપેનીડિસે કહ્યુ- અમારી પ્રક્રિયા એવી છે જે ઝડપથી વાયરસના કણોની માહિતી મેળવી શકે છે. આ ખુબ સરળ, ખુબ ઝડપી અને ઓછા ખર્ચ વાળી છે.
શોધકર્તાઓને આશા છે કે આ રેપિડ ટેસ્ટિંગ કિટ (Rapid Antigen Testing Kit)નું ઉત્પાદન 2021ની શરૂઆતથી શરૂ થઈ જશે. સાથે તે ઉપયોગ માટે છ મહિનાની અંદર મોટા પાયે ઉપલબ્ધ હશે.
ભારત સાથે સંબંધ સુધારવામાં લાગ્યા નેપાળી PM, ભારતીય સેના પ્રમુખના પ્રવાસ પહેલા રક્ષામંત્રી બદલ્યા
મહત્વનું છે કે થોડા મહિનામાં કોરોના વાયરસના ટેસ્ટ માટે રેપિડ એન્ટીઝન ટેસ્ટ ખુબ ઉપયોગી અને લોકપ્રિય રહ્યાં છે. સંશોધકોનું કહેવું છે કે એકવાર આ ડિવાઇઝ ઉપયોમાં આવ્યા બાદ તેની કિંમતમાં વધુ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે, તેની કિંમત હાલ ઉપલબ્ધ ડિવાઇઝની તુલનામાં ઓછી હશે.
આ ટેસ્ટ શિયાળાની સીઝનમાં વધુ સફળ થશે કારણ કે ત્યારે કોરોના વાયરસ એકવાર ફરી પિક પર હશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube