ભારત સાથે સંબંધ સુધારવામાં લાગ્યા નેપાળી PM, ભારતીય સેના પ્રમુખના પ્રવાસ પહેલા રક્ષામંત્રી બદલ્યા
એક રિપોર્ટ પ્રમાણે ડેપ્યુટી પીએમ ઈશ્વર પોખરેલ ઓલી કેબિનેટમાં ભારતના સૌથી કટ્ટર વિરોધી માનવામા આવતા હતા. હવે ખુદ પીએમ મોલી રક્ષામંત્રીનો પ્રભાર સંભાળશે.
Trending Photos
કાઠમાંડૂઃ ચીનના ઇશારા પર ચાલી રહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારત પ્રત્યે પોતાનું વલણ બદલી રહ્યા છે. નેપાળી પ્રધાનમંત્રીએ ભારતીય સેના પ્રમુખની નેપાળ યાત્રા પહેલા પોતાના રક્ષામંત્રીને બદલી દીધા છે. ઓલીએ દેશના ડેપ્યુટી પીએમ ઈશ્વર પોખરેલ પાસેથી રક્ષામંત્રીનો પ્રભાર પરત લઈ લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતની સાથે સંબંધ સુધારવા માટે ઓલીએ આ પગલુ ભર્યુ છે.
એક રિપોર્ટ પ્રમાણે ડેપ્યુટી પીએમ ઈશ્વર પોખરેલ ઓલી કેબિનેટમાં ભારતના સૌથી કટ્ટર વિરોધી માનવામા આવતા હતા. હવે ખુદ પીએમ મોલી રક્ષામંત્રીનો પ્રભાર સંભાળશે. ઓલીએ આ પગલું તેવા સમયે ભર્યુ છે જ્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે 3 નવેમ્બરે નેપાળની યાત્રા પર જવાના છે. પોખરેલને પ્રધાનમંત્રી કાર્યાલયથી સૂચિત કરી દેવામાં આવ્યા છે.
ગોરખા સૈનિકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો
આ રીતે ઈશ્વર પોખરેલ મંત્રી તો છે પરંતુ તેમની પાસે કોઈ વિભાગ નથી. આ પહેલા મે મહિનામાં આ વર્ષે જનરલ નરવણેએ સંકેત આપ્યો હતો કે કૈલાશ માનસરોવર જતા લિપુલેખ રોડ પર નેપાળના રિએક્શન પાછળ ચીનની ભૂમિકા છે. ત્યારબાદ ઈશ્વર પોખરેલે ભારતીય સેનામાં વર્ષોથી સેવા આપી રહેલા ગોરખા સૈનિકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોખરેલે આરોપ લગાવ્યો હતો કે જનરલ નરવણેની પ્રતિક્રિયાથી ગોરખા સૈનિકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
'11 લાખ મોત... ઠંડીમાં વધુ ઝડપથી ફેલાશે કોરોના, 6 ફૂટનું અંતર નહીં આવે કામ'
પોખરેલે આ પહેલા પણ ભારત વિરોધી નિવેદન આપ્યા હતા. નેપાળ પર નજર રાખનાર નિષ્ણાંતોનું કહેવું છે કે પોખરેલે ભારતીય સેના પ્રમુખની યાત્રાનો પણ વિરોધ કર્યો હતો. પોખરેલ ઈચ્છતા હતા કે ભારત પહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે વાર્તા કરવા બેસે. પોખરેલનો ખુદ પોતાના આર્મી ચીફ પૂર્ણ ચંદ્ર થાપા સાથે ઘણીવાર વિવાદ થઈ ચુક્યો છે. જનરલ થાપાએ લિપુલેખ પર નિવેદન જારી કરવાથી ઈનકાર કરી દીધો હતો.
જનરલ નરવણેને નેપાળી સેનાના માનદ જનરલનો દરજ્જો
મહત્વનું છે કે ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને આગામી મહિને નેપાળી સેનાના માનદ જનરલનો દરજ્જો મળવા જઈ રહ્યો છે. જનરલ નરવણે આગામી મહિને નેપાળની યાત્રાએ જવાના છે, આ દરમિયાન પાડોસી દેશ તેમનું સન્માન કરશે. નેપાળી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, જનરલ નરવણે આ વર્ષે નવેમ્બરમાં નેપાળના પ્રવાસે આવવાના છે. પરંતુ બંન્ને દેશો વચ્ચે આવી પરંપરા રહી છે. નેપાળી આર્મીના પ્રમુખને પણ ઈન્ડિયન આર્મીના જનરલ માનદનો દરજ્જો આપવામાં આવે છે. ભારતીય વિસ્તાર કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળી ક્ષેત્ર ગણાવવા સાથે જોડાયેલા નેપાળ સરકારે નવા નક્શાને રજૂ કર્યાં હાદ આ ભારતથી નેપાળ માટે પ્રથમ ઉચ્ચ સ્તરીય પ્રવાસ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે