ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરી પોતાનાં એક નિવેદનનાં કારણે ટ્રોલ થઇ ચુક્યા છે. હબલ ટેલિસ્કોપને નાસાનાં બદલે પાકિસ્તાનની અંતરિક્ષ એજન્સી સુપારકોએ અંતરિક્ષમાં મોકલ્યા હતા. જિયો ન્યૂઝ પર એખ ટોક શોમાં ચૌધરીએ દાવો કર્યો, વિશ્વના સૌથી મોટુ ટેલિસ્કોપર... સુપારકો (સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન) દ્વારા મોકલાયું હતું. તેમણે કહ્યું કે, જોવાની એક પદ્ધતી છે કે  વિશ્વનાં સૌથી મોટા ટેલિસ્કોપ હબલ ટેલિસ્કોપ છે અને તેને સુપારકોએ અંતરિક્ષમાં મોકલ્યું હતું જે એક ઉપગ્રહ પર લાગેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

ફવાદે સાથે જ કહ્યું કે, અન્ય કેટલાક ઉપગ્રહ પણ છે અને અન્ય કેટલાક પ્રકારની ટેક્નોલોજી પણ છે. મંત્રીની આપવડાઇ પર લોકોએ ફની પ્રતિક્રિયાઓ અને મીમ બનાવીને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે ટ્વીટ કર્યું કે, શક્ય છે કે નાસા પ્રમુખ રાજીનામું આપી દે અને ફવાદ ચૌધરીના મંત્રાલયમાં સુપારકોના પ્રમુખ તરીકે જોડાઇ જાય. અનેય યુઝરે ટ્વીટ કર્યું કે, તમે સાચે જ તમારા પહેલાના તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે. થોડા દિવસો પહેલા જ તમારા સંરક્ષણમાં અમે અનુભવ કર્યો કે સુપારકોએ હબ્બલ ટેલિસ્કોપને અંતરિક્ષમાં મોકલ્યું હતું. અદ્ભુત. મિસ્ટર વડાપ્રધાન ઇમરાન ખાનને જોઇએ કે આવા આવિષ્કારને ઇનામ તરીકે  અંતરિક્ષમાં મોકલી આપે. 


મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાનથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ


બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

હબ્બલ ટેલિસ્કોપને 1990માં પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રક્ષેપીત કરવામાં આવ્યું હતું અત્યારથી તે સતત કામ કરી રહ્યું છે. નાસાની મુખ્ય વેધશાળાઓમાંથી એકનું નામ પ્રખ્યાત ખગોળવિદ્ય એડવિન હબ્બલના નામ પરથી રાખવામાં આવ્યું. ગેલેલીયોનાં ટેલિસ્કોપ બાદ હબ્બલનાં પ્રક્ષેપણને ખગોળ વિજ્ઞાનની સૌથી મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે.