મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાન નથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ

ફોની ચક્રવાત તોફાન મુદ્દે વડાપ્રધાન મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે તુતુ મેમે ચાલી રહી છે

મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાન નથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ

નવી દિલ્હી : ફોની ચક્રવાતી તોફાન મુદ્દે વડાપ્રધાન મોદી અન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે તકરાર થઇ રહી છે. મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીની તામલુક રેલીમાં અપાયેલા નિવેદન મુદ્દે વળતો પ્રહાર કર્યો છે. જેમાં તેમણે મમતા પર ફોન ન ઉપાડવાનો આરોપ લગાવ્યો હતો. હવે મમતાએ વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જે સમયે વડાપ્રધાનનો ફોન આવ્યો તે સમયે હું ખડકપુરમાં હતી. એટલા માટે ચક્રવાત ફોની અંગે વડાપ્રધાનનો ફોન આવ્યા બાદ તેમની સાથે વાત કરી શકી નહોતી. 

મોદીના કાર્યાલયથી આવેલા ફોનનો જવાબ નહી દેવા અંગે મમતાએ કહ્યું કે, ચૂંટણીઓ યોજાઇ રહી છે, એવામાં મારા એક્સપાયરી થઇ ગયેલા વડાપ્રધાન સાથે મંચ વહેંચવા નથી માંગતા. મમતાએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, હું મોદીને વડાપ્રધાન નથી માનતીતેમની સાથે ચૂંટણીના સમયે સ્ટેજ શેર નહી કરું. હું તેમને વડાપ્રધાન નથી માનતી. તેઓ હવે ભુતપુર્વ વડાપ્રધાન થઇ જવાના છે. 

ઇરાનને ધમકાવવા માટે અમેરિકાએ વિમાનવાહક જહાજ ફરજંદ કરતા તણાવ વધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જ્યારે તોફાન મુદ્દે થયેલા નુકસાન અંગે મહિતી મેળવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન કર્યો તો મમતા બેનર્જીએ વાત જ નહોતી કરી. મમતા બેનર્જીને બે ફોન કરવા છતા પણ તેઓએ જવાબ આપ્યો નહોતો. જો કે કેન્દ્રની સરકાર પશ્ચિમ બંગાળની જનતાની સાથે હંમેશા ઉભા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news