Coronavirus: પાકિસ્તાનમાં કોરોનાથી મૃત્યુઆંક 100 પર પહોંચ્યો, વધુ બે સપ્તાહ બંધ રહેશે સરહદ
રાષ્ટ્રીય સમન્વય સમિતિના નિર્ણય અનુસાર મંત્રાલય જાહેરાત કરી રહ્યું છે કે તમામ સરહદો વધુ બે સપ્તાહ બંધ રહેશે.` તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસારને રોકવા માટે સરહદોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નોવેલ કોરોના વાયરસના મામલાની સંખ્યામાં વધારાને જોતા દેશની સરહદો વધુ બે સપ્તાહ માટે બંધ રહેશે. આંતરિક મંત્રાલયે આ જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં 100 મોતોની સાથે કોરોના વાયરસની મહામારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5,782 થઈ ગઈ છે, જેના કારણે સરહદો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલય તરફથી કરવામાં આવેલા ટ્વીટના હવાલાતી ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યું, 'રાષ્ટ્રીય સમન્વય સમિતિના નિર્ણય અનુસાર મંત્રાલય જાહેરાત કરી રહ્યું છે કે તમામ સરહદો વધુ બે સપ્તાહ બંધ રહેશે.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસારને રોકવા માટે સરહદોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રાલયની ત્રણ અલગ-અલગ અધિસૂચનાઓ અનુસાર, પશ્ચિમી સરહદ ભારત/કરતારપુર સરહદ અને વાઘા બોર્ડર એક પખવાડીયા સુધી બંધ રહેશે.
કામ કરી ગઈ દવા? અમેરિકા પાસેથી ભારતને મળશે 15.50 કરોડ ડોલરની મિસાઇલો-ટોરપીડો
યોગ્ય પોલિસી ન હોવાને કારણે ઇમરાન સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પહેલા સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી અને હવે સિંધ પ્રાંતના સીએમે તેમની આકરા શબ્દોમાં ટીકા કરી જે પ્રદેશમાં કોરોનાના મામલા વધવાથી ચિંતિત છે. સંકટનો સામનો કરવા માટે લૉકડાઉનના મુદ્દા પર વડાપ્રધાન ઇમરાન ખાનના મુદ્દો પ્રદેશના મુખ્યમંત્રીઓના ખભે નાખવાના પ્રયાસ પર સિંધના મુખ્યમંત્રીએ આકરા પ્રહારો કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર