નવી દિલ્હી: ભારતમાં જ્યાં રાફલ ફાઇટર પ્લેનના સોદાને લઇ વિરક્ષ સરકારનો ઘેરાવો કરવામાં લાગ્યા છે. ત્યારે પાકિસ્તાન આ સમયનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં લાગ્યો છે. પાકિસ્તાનની સરકારે ચીનને કહ્યું કે તેઓ જંગી જહાજ JF-17 (બ્લોક 3)ને પાકિસ્કતાની વાયુ સેનાને જલ્દીથી પૂરું પાડે. Zee ન્યૂઝને મળેલી ઇન્ડિયન એરફોર્સની એક ગુપ્ત જાણકારી અનુસાર પાકિસ્તાની વાયુ સેના આ પ્રયત્નમાં છે કે તેઓ ભારતને ફ્રાંસ તરફથી મળતા 36 રાફલ પ્લેનથી પહેલા 62 જેટલા જહાજોનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમેરિકામાં એવું તે શું થયું કે વર્ષો સુધી કામકાજ ઠપ્પ કરવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પ


અમે તમને જણાવી દઇએ કે ફ્રાંસ સાથે થયેલી રાફેલ ફાઇટર પ્લેનની ડીલિવરી 2020થી શરૂ થશે JF-17 મલ્ટી કોમ્બેટ એરક્રાફ્ટ છે. જેને પાકિસ્તાનની એયરોનોટિકલ કોમ્પ્લેક્સ અને ચીનના ચેંગડુ એરક્રાફ્ટ કોરપોરેશનને મળીને બનાવ્યા છે. ચીનના ચેંગડુમાં બની રહ્યા JF ફાઇટર પ્લેન પહેલાથી જ પાકિસ્તાનની એરફોર્સમાં શામેલ છે. પરંતુ રાફેલની ડિલીવરીથી પહેલા પાકિસ્તાન ભારતીય વાયુ સેનાના મુકાબલે તેમના એરફોર્સને ઘણી મજબૂત કરવા માગે છે.


વધુમાં વાંચો: અહો આશ્ચર્યમ! કાર અને સાઈકલની ટક્કરમાં કારને થયું નુકસાન, જૂઓ વીડિયો


રિપોર્ટના અનુસાર પાકિસ્તાને ચીનને કહ્યું કે તેઓ આ વર્ષે જુલાઇ સુધીમાં 13 JF (બ્લાક-2)ની ડિલીવરી પાકિસ્તાનની એરફોર્સને કરે અને 2020થી પહેલા તેમાંથી એડવાન્સ બે સીટ વાળા 22 JF (બ્લોક 2) પાકિસ્તાની એરફોર્સને પુરા પાડવામાં આવે. એવામાં પાકીસ્તાનની એરફોર્સને ભારતની સરખામણીએ મજબૂત સ્થિતિમાં પહોંચી જશે. ભારતીય એરફોર્સને જ્યાં કુલ 126 નવા મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફટ એટલે એમએમઆરસીએ પ્લેનની જરૂરીયા છે, ત્યારે અત્યાર સુધી 2020 સુથી માત્ર 36 રાફેલ પ્લેન મળવાના છે. જ્યાપે પાકિસ્તાન તે દરમિયાન 62 નવા જેટને તેમનામાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેનાથી ભારતીય વાયુ સેનાને પાકથી ભવિષ્યમાં મોટો પડકાર મળવાનો છે.


વધુમાં વાંચો: PHOTOS પતિને આકર્ષિત કરવા પત્નીએ પહેર્યા ગજબ સ્ટોકિંગ્સ, દાવ પડ્યો ઉલ્ટો


ભારતીય વાયુ સેનામાં ફાઇટર પ્લેનની અછત પર એરફોર્સ પરેશાન છે. ગત મહિને ડિસેમ્બરમાં જોધપુરમાં ઇન્ડો રૂસ એરફોર્સ એક્સરસાઇઝ અવિન્દ્રા 2018 દરમિયાન પ્રેસ સાથે વાતચીત દરમિયાન એરફોર્સના ચીફ બી ઇસ ઘનોવાએ કહ્યું હતું કે સુરક્ષાના મામલે રાજનીતિ ન થવી જોઇએ. દેશને રાફેલ જેવા પાવરફૂલ ફાઇટર જેટની જરૂરીયાત છે. વાયુ સેનાને 45 સ્ક્વાડ્રનની તાત્કાલીક જરૂરીયાત છે જ્યારે તેમની પાસે હવે માત્ર 31 જ સ્ક્વાડ્રન હાજર છે.


વધુમાં વાંચો: 70 વર્ષમાં પહેલીવાર ઘટી ચીનની વસ્તી, હવે ચીન સામે ઉભી થઇ મોટી સમસ્યા


ગુપ્ત રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને ચીન JF-17ની ચોથી અને પાંચમી પેઢીના જંગી જહાજ બનાવવા માટે ઘણા ફેરફાર કરવા માગે છે. પાકિસ્તાનની વાયુ સેના 2020 સુધીમાં JF-17 બ્લોક 3 વેરિએન્ટને એરફોર્સમાં સામેલ કરશે. જે પહેલાથી હાજર JF-17ની સરખામણીએ વધારે તાકતવર હશે. પાકિસ્તાનની એસફોર્સે 28 નવા JF-17 બ્લોક 3ના ડેવલેપમેન્ટને પણ લીલો ઝંડો આપી દીધો છે. તેમાંથી 2 JF-17 બ્લોક 3 ચીનમાં બનશે અને બાકી 26 પાકિસ્તાનની એરોનોટિકલ કોમ્પ્લેક્સમાં બનાવી તૈયાર કરવામાં આવશે. જોવામાં આવે તો ભારતીય વાયુ સેનાની પાસે લગભગ 1700 એરક્રાફ્ટ છે જ્યારે પાકિસ્તાન પાસે 890 અને ચીનની પાસે 3000 એરક્રાફ્ટ છે. એવામાં તેમની આ અછતથી યુદ્ધથી સ્થિતમાં બારતને હવાઇ સુરક્ષાનો દોષિત ઠેરવી શકાય છે.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...