ઇસ્લામાબાદ : પાકિસ્તાન એક તરફ જીવન રક્ષક દવાઓ માટે ભારત સામે ભીખ માંગી રહ્યું છે, પરંતુ બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આઇસલેન્ડ જવા માટે પોતાનાં એરસ્પેસના ઉપયોગની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ શનિવારે જણાવ્યું કે, ભારતે રાષ્ટ્રપતિ કોવિંદની આઇસલેન્ડની ફ્લાઇટ માટે પરવાનગી માંગી હતી, જેને પાકિસ્તાને નામંજુર કરી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે 17 સપ્ટેમ્બર સુધી આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા પર જવાનાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
બાલાકોટ એસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બંધ કર્યું એરસ્પેસ
પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ સરકારી ટીવી ચેનલ પીટીવીને જણાવ્યું કે, ભારતનાં રાષ્ટ્રપતિને પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગની પરવાનગી નહી આપવાનાં નિર્ણય અંગે વડાપ્રધાન ઇમરાન ખાને સંમતી આપી છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરના તણાવપુર્ણ સ્થિતીને જોતા આ નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બાલકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી કેમ્પ હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની કાર્યવાહી બાદથી પાકિસ્તાન પોતાનો એરસ્પેસ સંપુર્ણ બંધ કરી દીધો છે. જો કે માર્ચમાં  તેણે આંશેત રીતે પોતાનું એરસ્પેસ ખોલ્યું હતું જો કે ભારતીય ઉડ્યન પર પ્રતિબંધ યથાવત્ત રાખ્યો હતો. 


ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી
આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રાએ જશે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતા અઠવાડીયે સોમવારથી આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા માટે રવાના થશે. તેઓ પોતાની યાત્રા દરમિયાન આ દેશોની સાથે આર્થિક અને રાજનીતિક સંબંધોને મજબુત કરવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમી દેશો) ગીતેશ શર્માએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદ 0 સપ્ટેમ્બરથી, 17 સપ્ટેમ્બર સુધી આ દેશોનાં ઉચ્ચ નેતૃત્વ સાથે ચર્ચા કરશે અને આ દરમિયાન સમુદ્રી અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યટન અને ગ્લોબલ વોર્મિંગ ક્ષેત્રમાં આંતરિક સહયોગ મુદ્દે પોતાના સમકક્ષ સાથે ચર્ચા કરશે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિની સાથે ઉદ્યોગપતિઓનું એક જુથ પણ યાત્રા કરશે. સ્લોવાનિયામાં કોઇ પણ ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી યાત્રા હશે.