ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના હજારો મજૂરો (Pakistani Labourers)એ સિંધના કરાચીમાં ચીન  (China) વિરુદ્ધ પ્રદર્શન કર્યુ છે. આ પ્રદર્શન ચીની કર્મચારીઓની તુલનામાં પાકિસ્તાનીઓને ઓછું વેતન આપવાના વિરોધમાં કરવામાં આવ્યું છે. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલે જણાવ્યુ કે, ઓરેન્જ લાઇન મેટ્રો ટ્રેન (OLMT) પ્રોજેક્ટ માટે પંજાબ માસ ટ્રાન્ઝિટ ઓથોરિટીએ ઘણા ચીની કર્મચારીઓને ભરતી કર્યા હતા અને તે પોતાના પાકિસ્તાની કર્મચારીઓની જગ્યાએ ચીની કર્મચારીઓને વધુ પગાર આપી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેતનમાં મોટી અસમાનતા પાકિસ્તાની કર્મચારીઓના મનોબળને પ્રભાવિત કરી રહી છે, કારણ કે ચીની કર્મચારીઓ માટે અલગ ગ્રેડિંગ સિસ્ટમ પણ અપનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ચીની કર્મચારીઓને યુઆન (CNY)મા ચુકવણી કરી રહ્યું છે, જ્યારે સ્થાનીક લોકોને પાકિસ્તાની રૂપિયામાં વેતન આપવામાં આવી રહ્યું છે. 


Pfizer વેક્સિન પર ખુશખબરઃ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પણ 95% અસરકારક  


પોતાના દેશના લોકોની સાથે આવો અન્યાય
'ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ'એ લખ્યુ છે, બુધવારે 1 PKRના મુકાબલે 1 CNY નું મૂલ્ય 24.02 રૂપિયા બરાબર છે. OLMT પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 93 ચીની કર્મચારીઓના વેતનના આંકડા અનુસાર, ચીની કર્મચારીઓને મોટો પગાર આપવામાં આવે છે. જ્યારે પાકિસ્તાની કર્મચારી, ચીની કર્મચારી જેટલું કામ કરે કે તેની પાસે સમાન પદ હોય તો ઓછો પગાર મળે છે. આંકડા અનુસાર ગ્રેડ  L2 વાળા ચીની મૂળના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર/CFO/ડાયરેક્ટરને દર મહિને 1.36 લાખ CNYની ચુકવણી કરવામાં આવી રહી છે જે 3.26 મિલિયન (30 લાખ) રૂપિયાથી વધુ છે. આ પદોની ત્રણ ભરતીઓ છે અને ત્રણેયમાં ચીની લોકોને રાખવામાં આવ્યા છે. આ પદો પર પાકિસ્તાનીને કામ પર રાખવામાં આવ્યા નથી. 


આવા એક નહીં ઘણા ઉદાહરણ છે. હકીકતમાં ટ્રેન ડિસ્પેચર/ટ્રેન ક્રૂ સ્લોટ પર કામ કરનારા ચીની મૂળના 12 લોકોને 57,000 CNY પગાર મળી રહ્યો છે, જે 13 લાખ રૂપિયા બરાબર છે, જ્યારે આ કામ માટે સ્થાનીક સ્તર પર કરવામાં આવેલી ભરતીઓમાં વેતન ખુબ ઓછુ છે. 


કેપી શર્મા ઓલી vs પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ચરમસીમાએ પહોંચ્યો નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો તણાવ  


ચીને આપ્યો દગો!
આ વચ્ચે બેઇજિંગે તે પ્રોજેક્ટ્સને રોકી દીધો છે જે 62 બિલિયન અમેરિકી ડોલરના CPECનો ભાગ છે. આ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવની એક મુખ્ય પરિયોજના છે અને કોવિડ-19 મહામારી, દેશમાં રાજકીય અશાંતિ અને વિદેશી ઋૃણ મર્યાદાઓને કારણે પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટ માટે ચીની રોકાણની ગતિને ધીમી કરી દીધી છે. ઘણી ચીની બેન્ક પાકિસ્તાનની રાજકીય અસ્થિરતાને કારણે રોકાણ કરવાથી પીછેહટ કરી રહી છે. તો પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ચીન પ્રત્યે પ્રેમ જગજાહેર છે અને તે સીપીઈસી દ્વારા દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની વાત કહી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube