નવી દિલ્હી: પાકિસ્તાનની કરાચી-રાવલપિંડ તેજગામ એક્સપ્રેસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 42 જેટલા યાત્રીઓ ગંભીર રીતથી ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ બચાવ અને રાહત કાર્ય માટે તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઇ હતી. જો કે, હજી સુધી જાણવા મળ્યું નથી કે, ટ્રેનમાં આગ કઇ રીતે લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સાઉદી અરબ-ભારત વચ્ચે ખુબ જ મહત્વનો કરાર, મોદી-કિંગ હવે સીધા સંપર્કમાં, પાકિસ્તાનને મોટી લપડાક


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવાર સવારે રહીમ યાર ખાન રેલવે સ્ટેશનથી નજીક લિયાકતપુર પાસે પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. તે સમયે અચાનક ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી ગઇ હતી. આ આગ એટલી ઝડપી ફેલાઇ ગઇ હતી કે યાત્રીઓને ભાગવાનો સમય પણ મળ્યો ન હતો.



આ પણ વાંચો:- આ તો હદ કરી...કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપનારા દેશોને પણ પાકિસ્તાને ધમકી આપી


જણાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ દૂર્ઘટના સર્જાઇ તે સમયે યાત્રી ટ્રેનમાં સૂઈ રહ્યાં હતા. આગની પકડમાં આવી જતા 65 લોકોના મોત થયા છે. જ્યારે 42 લોકો આગની પકડમાં આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...