આ તો હદ કરી...કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપનારા દેશોને પણ પાકિસ્તાને ધમકી આપી
પાકિસ્તાનમાં નેતાઓના હાસ્યાસ્પદ નિવેદનોની શ્રેણીમાં વધુ એક નિવેદન જોડાયુ છે. એક મંત્રીએ કાશ્મીર પર દુનિયાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને જંગનો રાગ આલાપતા કહ્યું કે યુદ્ધ થયું તો પાકિસ્તાન જો એક મિસાઈલ ભારત પર છોડશે તો બીજી તેના સમર્થક દેશ પર.
Trending Photos
લાહોર: પાકિસ્તાનમાં નેતાઓના હાસ્યાસ્પદ નિવેદનોની શ્રેણીમાં વધુ એક નિવેદન જોડાયુ છે. એક મંત્રીએ કાશ્મીર પર દુનિયાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને જંગનો રાગ આલાપતા કહ્યું કે યુદ્ધ થયું તો પાકિસ્તાન જો એક મિસાઈલ ભારત પર છોડશે તો બીજી તેના સમર્થક દેશ પર. આ નિવેદન પાકિસ્તાનના ગિલગિટ બાલટિસ્તાન અને કાશ્મીર મામલાના સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે એક સમારોહમાં આપ્યું અને પોતાની વિચિત્રતાના કારણે આ વીડિયો તરત વાઈરલ થઈ ગયો. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ગંડાપુરે કાશ્મીરમાં 'ભારતીય અત્યાચાર પર દુનિયાની ચૂપ્પી' પર અફસોસ વ્યક્ત કર્યો.
ત્યારબાદ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો કાશ્મીર પર ભારત સાથે તણાવ વધે તો પાકિસ્તાન યુદ્ધ માટે મજબુર થશે. જે દેશો કાશ્મીર મામલે ભારતની પડખે ઊભા છે તેમણે પણ તેનો અંજામ ભોગવવો પડશે. જો એક મિસાઈલ ભારત પર છોડાશે તો બીજી તેના સમર્થક પર છોડાશે. તેમણે તેના માટે પણ તૈયાર રહેવું પડશે.
જુઓ LIVE TV
ત્યારબાદ એક ટીવી શોમાં ગંડાપુરની આ વાત ઉઠી. ટીવી એન્કરે તેમને પૂછ્યું કે જો કોઈ મુસ્લિમ દેશ ભારતનું સમર્થન કરે તો શું તેના ઉપર પણ મિસાઈલ છોડાશે? જેના પર ગંડાપુરે હા માં જવાબ આપ્યો હતો.
આ અગાઉ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશિદ અહેમદે પણ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. શેખ રશિદે કહ્યું હતું કે ઈસ્લામાબાદની પાસે પરમાણુ હથિયારો છે જે ભારતને મોટું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે