સાઉદી અરબ-ભારત વચ્ચે ખુબ જ મહત્વનો કરાર, મોદી-કિંગ હવે સીધા સંપર્કમાં, પાકિસ્તાનને મોટી લપડાક

વડાપ્રધાન મોદી સાઉદી અરબના પોતાના ફક્ત 33 કલાકના પ્રવાસમાં એક તીરથી અનેક નિશાન સાધીને આવ્યાં છે. સાઉદી અરબ સાથે ભારતના સંબંધ વધુ મજબુત થશે, કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને પણ કૂટનીતિક ફટકો પડશે. આર્થિક મોરચે જોઈએ તો ભારત માટે રોકાણના અનેક રસ્તા ખુલવા જઈ રહ્યાં છે. આ પ્રવાસની સૌથી મહત્વની વાત એ છે કે બંને દેશ પરસ્પર સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે. 
સાઉદી અરબ-ભારત વચ્ચે ખુબ જ મહત્વનો કરાર, મોદી-કિંગ હવે સીધા સંપર્કમાં, પાકિસ્તાનને મોટી લપડાક

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી સાઉદી અરબના પોતાના ફક્ત 33 કલાકના પ્રવાસમાં એક તીરથી અનેક નિશાન સાધીને આવ્યાં છે. સાઉદી અરબ સાથે ભારતના સંબંધ વધુ મજબુત થશે, કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને પણ કૂટનીતિક ફટકો પડશે. આર્થિક મોરચે જોઈએ તો ભારત માટે રોકાણના અનેક રસ્તા ખુલવા જઈ રહ્યાં છે. આ પ્રવાસની સૌથી મહત્વની વાત એ છે કે બંને દેશ પરસ્પર સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે. 

રણનીતિક ભાગીદારી માટે બનેલી આ કાઉન્સિલની અધ્યક્ષતા ભારતીય વડાપ્રધાન અને કિંગ સલમાન કરશે. તેના દ્વારા સરકાર ટુ સરકાર મિકેનિઝમ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે વિકાસ, રણનીતિક ભાગીદારીને આગળ વધારે. સાઉદી અરબ અગાઉ ભારતે આ પ્રકારના કરાર જે ત્રણ દેશો સાથે કર્યા છે તેમાં જાપાન, રશિયા અને જર્મની સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની આ 33 કલાકની યાત્રા ઈમરાનના જેહાદી કાર્ડ પર મોટી કૂટનીતિક સ્ટ્રાઈક ગણવામાં આવી રહી છે. 

પીએમ મોદીના પ્રવાસની આ સૌથી મોટી સફળતા ગણાય છે કે ભારત અને સાઉદી અરબના સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરબ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કાઉન્સિલની રચના થઈ રહી છે. પીએમ મોદીએ અરબ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ભારત પોતાના ક્રુડ ઓઈલનો લગભગ 18ટકા ભાગ સાઉદી અરબથી આયાત કરે છે. જે અમારા માટે ક્રુડ ઓઈલનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. અમે હવે એક ક્લોઝ રણનીતિક ભાગીદારી તરફ આગળ વધી રહ્યાં છીએ. આ સાથે જ આતંકવાદના મુદ્દે પણ ભારત અને સાઉદી અરબ એક બીજાને પડખે છે. પીએમ મોદીએ કહ્યું કે મારું માનવું છે કે ભારત અને સાઉદી અરબ જેવી એશિયાઈ શક્તિઓ પોત પોતાના પાડોશમાં સરખી રીતે સુરક્ષા ચિતાઓને શેર કરે છે. 

— ANI (@ANI) October 29, 2019

તુર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપ્યો તો પીએમ મોદીએ તેને પણ પાઠ ભણાવ્યો છે. ભારતે પર્યટકોને તુર્કી જવા માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી. ભારતે સીરિયામાં કૂર્દો વિરુદ્ધ તુર્કીના હુમલાની પણ ટીકા કરી. ભારતે પીએમ મોદીનો તુર્કી પ્રવાસ પણ રદ કર્યો. યુએનમાં એર્દોગને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તો પીએમ મોદીએ સાઈપ્રસ, અર્મેનિયા અને ગ્રીસના નેતાઓ સાથે વાત કરી. સાઈપ્રસ અને ગ્રીસના તુર્કી સાથે સરહદ વિવાદ છે. જ્યારે અર્મેનિયા 1915માં થયેલા લાખો લોકોના નરસંહાર માટે તુર્કીને જવાબદાર માને છે. ભારતે તુર્કી સાથે રક્ષા સંબંધોમાં પણ કાપ મૂક્યો છે. તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી નીકટતા અને મજબુત થતા રક્ષા સંબંધોને જોતા ભારતે તુર્કીને હથિયારોની નીકાસમાં પણ કાપ  મૂક્યો છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીના આ પ્રવાસથી પાકિસ્તાન સંપૂર્ણ રીતે અલગ થલગ થયું છે અને ઈસ્લામના નામે મુસ્લિમ દેશોને એકજૂથ કરવાની ઈમરાનની મૂહિમની હવા નીકળી ગઈ છે. આતંકવાદ પર મુસ્લિમ દેશો ભારતની સાથે છે. આ મોદીની કૂટનીતિક ક્રાંતિની જ અસર છે કે આજે ઈમરાન ખાન બૂમો પાડવા છતાં કોઈ દેશ કાશ્મીર પર પાકિસ્તાનનું સાંભળવા તૈયાર નથી. મોદીની ડિપ્લોમેટિક સ્ટાઈલ છે કે આજે દુનિયા કાશ્મીર પર નહીં પાકિસ્તાનના આતંક પર વાત કરી રહી છે. અત્રે જણાવવાનું કે સાઉદી અરબના પાકિસ્તાન સાથે પણ ઊંડા સંબંધ છે આવામાં ભારતનો આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કાઉન્સિલનો કરાર ખુબ મહત્વનો છે. 

— ANI (@ANI) October 29, 2019

આ કરાર ઉપરાંત બંને દેશો વચ્ચે એનર્જી સિક્યુરિટી, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વને લઈને પણ કરાર થયા છે. ISPRL અને સાઉદી અરામકો વચ્ચે 2.5 મિલિયન ટન પેડ્યૂર સ્ટોરેજ રાખવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાને પોતાના પ્રવાસ દરમિયાન સાઉદી અરબના કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. સાઉદી અરબ અને ભારત વચ્ચે કુલ 12 મોટા કરાર થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news