નવી દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે તેમની પસંદગી પર શુભેચ્છાઓ પાઠવી છે. જયશંકરે ગત શુક્રવારે વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તે પહેલા જયશંકર વિદેશ સચિવ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના


આ પત્રમાં કુરૈશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પણ વકીલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ પેદા થયો હતો. આ હુમલાને પાતિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો.


વધુમાં વાંચો: રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ


ગૃહમંત્રી બનતા જ શાહનું સરનામું બદલાયું, ફાળવાયો આ દિગ્ગજ નેતાનો બંગલો


અગાઉ ગુરુવારે, ભારતે જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયે કિર્ગિઝિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓ શિખર સંમેલન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન વચ્ચે કોઇ પ્રકારની દ્વિપક્ષીય બેઠકની યોજના નથી. જોકે, એવી સંભાવના હતી કે, ટેલીફોન પર બંને વડાપ્રધાન વચ્ચે થયેલી વાતચીતના થોડા દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદના ભારત આવવાનું કારણ મોદી અને ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક હોઇ શકે છે.


પંજાબ કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે, મારી જાણાકરી અનુસાર આપણા વડાપ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે કોઇપણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ નથી. જ્યારે તેમને સ્પષ્ટ પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ બિશ્કેકમાં મોદી-ખાનની બેઠકની સંભાવનાને સંપૂર્ણપણે નકારે છે? તો તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે યોજાનારી બેઠક વિશે કોઇ જાણકારી નથી. પીએમ મોદી અને ઇમરાન ખાન 13-14 જૂનના શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલનમાં ભાગ લેશે.


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...