પાકિસ્તાનના પૂર્વે સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ આખરે એ વાત કબૂલી લીધી જેને અત્યાર સુધી પાકિસ્તાન કે તેમની જનતા માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરતા હતા. ભારત વિરુદ્ધ જંગ પર જનરલ બાજવાએ કહ્યું કે પાકિસ્તાનની સેના ભારતીય સેના સામે કશું નથી. ભારત વિરુદ્ધ જંગ માટે તેમની પાસે ગોળા બારૂદ અને આર્થિક તાકાતની કમી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે એક શોમાં જનરલ બાજવાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. હામિદ મીરના જણાવ્યાં મુજબ જનરલ બાજવાએ સ્વીકાર્યું કે પાકિસ્તાન ભારત સાથે જંગ કરી શકે નહીં. કમાન્ડરોના સંમેલન દરમિયાન જનરલ બાજવાએ એ પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેનાનો ભારતીય સેના સામે કોઈ મુકાબલો નથી. હામિદ મીરે પૂર્વ સેના પ્રમુખના હવાલાથી ખુલાસો કર્યો કે પાકિસ્તાની સેના ભારતીય સેના સામે લડવામાં સક્ષમ નથી. 


અંધવિશ્વાસે 47ના લીધા જીવ? પાદરીએ કહ્યું - ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત


કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...


Tarek Fatah Dies: જાણિતા લેખક તારેક ફતેહનું નિધન, પુત્રીએ કહ્યું- હિંદુસ્તાનનો પુત્ર


હામિદ મીરે શો દરમિયાન કહ્યું કે જનરલ બાજવાએ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. સંઘર્ષ વિરામની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાન યાત્રાની યોજના કેવી રીતે બની તે અંગે પણ તેમણે જણાવ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube