નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલ પાકિસ્તાને હવે યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે, જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હુમલો થશે તો યુદ્ધની જાહેરાત થશે. શેખ રશીદે વધુમાં કહ્યું કે, જો હુમલો થયો તો ભારતીય ઉપમહાદ્વીપનો નક્શો બદલાઇ જશે, કેમકે આ યુદ્ધ માત્ર ભાજપ-પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ નહી થયા પૂરા ઉપમહાદ્વીપનું યુદ્ધ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા PM મોદી, ટ્રમ્પ સાથે થશે મુલાકાત


તમને જણાવી દઇએ કે ભારત દ્વાર જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 સમાપ્ત કર્યાના સમાચારથી પાકિસ્તાન અકળાયું છે. 14 ઓગસ્ટના પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ઇમરાન ખાને ભારતને યુદ્ધની ધમકી આપી હતી. ઇમરાન ખાને કહ્યું હતું કે, ભારત માત્ર કાશ્મીર સુધી નહીં રોકાય, PoKમાં પણ આગળ વધશે. અમરાને બાલાકોટ એર સ્ટ્રાઇકને પણ ધીમા અવાજે સ્વીકાર કરી છે. તેમણે કહ્યું કે, ભારતે બાલાકોટથી વધારે ખતરનાક પ્લાન બનાવ્યો છે. બાલાકોટથી પણ મોટી કાર્યવાહી ભારત પીઓકેમાં કરશે. જો યુદ્ધ થયું તો તેની જવાબદારી દુનિયાની હશે. અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.


આ પણ વાંચો:- હિના રબ્બાનીએ PAK સંસદમાં ઇમરાનની ઝાટકણી કાઢી કહ્યું, આપણા PM અનાડી


ઇમરાન ખાને કહ્યું, તેઓ માત્ર કાશ્મીર સુધી નહીં રોકાય, તેઓ પાકની તરફ પણ આવશે. અમને જાણકારી છે, બે વાર મીટિંગ થઇ છે. પાક ફોજને સમગ્ર જાણકારી છે. તેમણે પ્લાન બનાવ્યો છે આઝાદ કશ્મીરનો. જે રીતે પુલવામા બાદ બાલાકોટ સ્ટાઇક કરી હતી તેનાથી પણ ખતરનાક પ્લાન બનાવ્યો છે. તમારી ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. તૈયાર છે પાક ફોજ, સમગ્ર કોમ તૈયાર છે.


આ પણ વાંચો:- UAE માં PM મોદીના સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન, સ્પીકરે મુલાકાત રદ્દ કરી


આ પહેલા ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચોધરીએ પણ ભારતને યુદ્ધની ધમકી આપી હતી. 9 ઓગસ્ટના તેમના ટ્વિટમાં ફવાદ ચોધરીએ લખ્યું હતું. ભારત કાશ્મીરને ફિલિસ્તીન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભારત કાશ્મીરની આઝાદી બદલવા ઇચ્છે છે. ફવાદે તેમના સાંસદોથી અપલી કરતા કહ્યું કે, બેકારના વિષયો પર એકબીજા સાથે લડવા કરતા ભારતને જવાબ લોહી, આંસૂ અને પરશેવાથી આપવો જોઇએ. અમે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને હેવ પીઓકેની ચિંતા પરેશાન કરી રહી છે.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...