UAE માં PM મોદીના સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન, સ્પીકરે મુલાકાત રદ્દ કરી

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ના પ્રવાધાનો હટાવાયા બાદથી પાકિસ્તાન ગિન્નાયેલું છે. પાકિસ્તાનના મંત્રી ખોટા સમાચારો ફેલાવી રહ્યા છે તો તેમનાં વિદેશ મંત્રી અને વડાપ્રધાન કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વનાં નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. પાકિસ્તાનને તે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કાશ્મીરનાં લોકો સાથે મોટો અન્યાય થઇ રહ્યો છે. તેણે સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક સ્થળ સ્પષ્ટ જવાબ મળ્યો.
UAE માં PM મોદીના સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન, સ્પીકરે મુલાકાત રદ્દ કરી

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ના પ્રવાધાનો હટાવાયા બાદથી પાકિસ્તાન ગિન્નાયેલું છે. પાકિસ્તાનના મંત્રી ખોટા સમાચારો ફેલાવી રહ્યા છે તો તેમનાં વિદેશ મંત્રી અને વડાપ્રધાન કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વનાં નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. પાકિસ્તાનને તે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કાશ્મીરનાં લોકો સાથે મોટો અન્યાય થઇ રહ્યો છે. તેણે સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક સ્થળ સ્પષ્ટ જવાબ મળ્યો.

— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2019

PM મોદીએ બહેરીનમાં 200 વર્ષ જુના મંદિરના પુન:નિર્માણ યોજનાનો શુભારંભ કરાવ્યો
હવે પાડોશી દેશ યુએઇ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચન સન્માનિત કરવામાં આવવા મુદ્દે ચુડાઇ ગયું છે. પાકિસ્તાની સેનેટનાં અધ્યક્ષ સાદિક સંજરાનીએ યુએઇ પોતાની નિર્ધારિત યાત્રા જ રદ્દ કરી દીધી. વિશ્વનાં અનેક મુસ્લિમ દેશોએ આતંકવાદના મુદ્દે ભારતનું સમર્થન કર્યું. વડાપ્રધાન મોદીને બહેરીને પણ સન્માનિત કર્યા છે. આ બધુ જ પાકિસ્તાનને ગમી નથી રહ્યું. 

PM મોદીએ જણાવ્યું Man Vs Wildમાં તેમનું અને બિયર ગ્રિલ્સ વચ્ચેનું સૌથી મોટું રહસ્ય
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલ પોતાનાં રિપોર્ટમાં જાણીને સુત્રોનાં હવાલાથી કહ્યું કે, યુએઇ સેનેટનાં ચેરમેનની યાત્રાથી કાશ્મીરી લોકોની ભાવનાઓને નુકસાન પહોંચાડ્યું, એટલા માટે તેમણે પોતાનાં એક સંસદીય પ્રતિનિધિમંડળની મુલાકાત રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 5 ઓગષ્ટે ભારત દ્વારા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને નિરસ્ત કર્યા બાદથી નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે.

અરૂણ જેટલીના 10 સાહસિક નિર્ણય, જેમણે તેમને બનાવ્યો આર્થિક ક્રાંતિનો ‘કૌટિલ્ય’
ફ્રાંસ સંયુક્ત અરબ અમીરાત અને બહેરીન ત્રણ દેશોની મુલાકાતે ગયેલા મોદી શુક્રવારે અબુધાબી પહોંચ્યા હતા. ભારતીય વડાપ્રધાનને શનિવારે યુએઇ સર્વોચ્ચ નાગરિક સમ્માન ઓર્ડર ઓફ જાયેદથી સન્માનિત કરવામાં આવ્યા. અગાઉ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિય અને ચીની રાષ્ટ્રપતિ ચિનફિંગને આ સન્માનથી નવાજવામાં આવી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news