હિના રબ્બાનીએ PAK સંસદમાં ઇમરાનની ઝાટકણી કાઢી કહ્યું, આપણા PM અનાડી

હિના રબ્બાનીએ કહ્યું કે, દેશનાં લોકોએ તમને મત આપ્યા છે તેઓ શરમજનક સ્થિતીમાં મુકાય તેવું ન કરો

હિના રબ્બાનીએ PAK સંસદમાં ઇમરાનની ઝાટકણી કાઢી કહ્યું, આપણા PM અનાડી

ઇસ્લામાબાદ : કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 શું હટી, જાણે પાકિસ્તાન આખા વિશ્વમાં રોદડા રોઇ રહ્યું છે. અત્યાર સુધી આખા વિશ્વમાં પાકિસ્તાનની ફજેતી કરાવી રહેલા ઇમરાન ખાન હવે પોતે પોતાનાં દેશમાં ઘેરાઇ ચુક્યા છે. વિપક્ષી નેતા સતત ઇમરાન ખાનની આકરી ટીકા કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનનાં પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારનો એક વીડિયો વાઇરલ તઇ રહ્યો છે. જેમાં તેમણે ઇમરાન ખાન પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો છે. ઇમરાનને તેમણે અનાડી પણ ગણાવી દીધા હતા.

જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે
અત્રે ઉલ્લખનીય છે કે, વાઇરલ વીડિયોમાં હિના રબ્બાની ખાર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પર સંસદમાં શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઇમરાન ખાન દેશને શરમજનક પરિસ્થિતીમાં મુકે છે. રબ્બાનીએ કહ્યું કે, જો તમે અનાડી છો તો તમારે ટ્રેનિંગ જોઇએ. મહેરબાની કરીને તમે ટ્રેનિંક લઇને આવો. હિના રબ્બાની આટલે નહોતા અટક્યા તેમણે કહ્યું કે, જ્યારે દેશે તમને મત આપ્યા છે તો તે લોકો શરમજનક સ્થિતીમાં મુકાય તેવું ન કરો. તેમણે ઇમરાનને સવાલ કર્યો કે શું તમે એવી આશા નથી કરતા કે લોકો તમારી ઇજ્જત કરે ? તમારુ કામ શું છે ? શું તમે એક સંપ્રભુ દેશ નથી ? 
મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો

શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો
હિના રબ્બાની ખારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જ્યારે ઇમરાન ખાન અને તેનાં વિદેશ મંત્રી સમગ્ર વિશ્વમાં ફરીને ભારતનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ અલગ વાત છે કે તેમને ક્યાંથી કોઇ સફળતા નથી મળી રહી. પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાનીએ ઇમરાન ખાનને અરીસો દેખાડ્યો છે. ઇમરાન ખાન હવે પોતાનાં જ દેશમાં બદનામી સહી રહ્યા છે. આ બધુ એટલી ઝડપથી થઇ રહ્યું છે જ્યારે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ધુંધવાટમાં છે અને તેને કોઇ આશરો નથી આપી રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news