COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનઃ મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓની ભૂમિકા માનનાર પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના  નિવેદનથી પાકિસ્તાની સેના ખૂબ નારાજ છે. એટલું જ નહીં પાકિસ્તાની આર્મીને તે પણ ચિંતા છે કે  શરીફના આ નિવેદનથી ભારતના તે દાવાને મજબૂતી મલી છે જેમાં પાકિસ્તાનની ધરતી પર ઉછેરાતા  અને સંચાલિત થતા આતંકવાદના ખાતમા માટે મજબૂત પગલા ભરવામાં આવતા નથી. 


એએનઆઈની માહિતી પ્રમાણે, સૂત્રોને તે જાણકારી મળી છે કે સેનાના ઉચ્ચ અધિકારીઓને તે વાતની  ચિંતા થઈ રહી છે કે શરીફનું નિવેદન પેરિસ સ્થિત અંતર-સરકારી પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન  ટાસ્ટ ફોર્સ (FATF)ને બ્લેક લિસ્ટમાં મુકવા માટે યોગ્ય છે. આ સંગઠનની સ્થાપના 1989માં G-7  દેશોએ કરી હતી જેથી મની લોન્ડ્રિંગ રોકવા માટે નીતિઓ બનાવી શકાય. પાકિસ્તાન છેલ્લા ત્રણ  મહિનાથી ગ્રે લિસ્ટમાં છે. 


સૂત્રો પ્રમાણે શરીફ પર તેની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને સેના દબાવ  બનાવી રહી છે જેથી તે તાત્કાલિક પ્રભાવથી પોતાનું નિવેદન પરત લે અથવા સ્પષ્ટીકરણ આવે. પરંતુ  અત્યાર સુધી તેવા કોઈ સંકેત મળ્યા નથી કે નવાઝ પોતાનું નિવેદન પરત લેશે. 


26/11 મુંબઈ આતંકી હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હતોઃ નવાઝ શરીફ


મહત્વનું છે કે ભારત લાંબા સમયથી 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા પર આરોપ લાગતો રહ્યો છે. ભારત સરકાર પ્રમાણે, આ હુમલાખોરો કરાચીથી બોટમાં સવાર થઈને ભારત આવ્યા હતા અને મુંબઈમાં ઘણી જગ્યાએ હુમલો કર્યો હતો. 


26/11 હુમલાની સુનાવણી પાકિસ્તાનની આતંક વિરોધી કોર્ટમાં વર્ષ 2009થી ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને તપાસ પૂર્ણ કર્યા વગર મામલો કોર્ટમાં મોકલી દીધો, જ્યારે પાકિસ્તાન નવી દિલ્હી પર પર્યાપ્ત પૂરાવા ન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે ડોનને આપેલા ઈન્ટરવ્યૂમાં શરીફે પ્રથમવાર જાહેર રૂપથી એક સાક્ષાત્કારમાં માન્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે. તેમણે સરકારથી ઇતર તત્વોના સરહદ પાર કરવી અને લોકોની હત્યા કરવાની પાકિસ્તાનની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે નવાઝે કહ્યું હતું કે આતંકી સંગઠન સક્રિય છે, શું તેને સરહદ પાર કરવા અને મુંબઈમાં 150 વોકોની હત્યા કરવાની મંજૂરી આપવી જોઈએ?