ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધી ગઈ છે. આવામાં ભારતની કોઈ પણ સંભવિત કાર્યવાહીને લઈને પાકિસ્તાન ખુબ ડરેલુ છે. જે હેઠળ પાકિસ્તાને સ્પેશિયલ સેલની રચના કરી છે. શનિવારે મીડિયા રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે. પુલવામાંમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદીઓ વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી અને 24 કલાકની અંદર બદલાયેલા હાલાતના કારણે પાકિસ્તાનના ધબકારા વધી ગયા છે. 100 જેટલી પેરામિલેટ્રી ટુકડીઓને કાશ્મીર મોકલવામાં આવી હોવાના અહેવાલો પાકિસ્તાનને પણ પહોંચ્યાં. સરકારમાં ખળભળાટ મચી ગયો છે. ગણતરીના કલાકોની અંદર જ પાકિસ્તાને બંને દેશો વચ્ચે ઝડપથી વણસી રહેલા હાલાત પર નજર રાખવા માટે સ્પેશિયલ સેલની રચના કરી નાખી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેઝલે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના હવાલે જણાવ્યું કે 'ક્રાઈસિસ મેનેજમેન્ટ સેલ' બોર્ડરના હાલાતની પળેપળની જાણકારી તમામ સંબંધિત પક્ષો અને પોતાના કૂટનીતિક સંપર્કોને ઉપલબ્ધ કરાવશે. અહેવાલ મુજબ પ્રવક્તાએ જણાવ્યું કે આ સેલ અઠવાડિયામાં સાતેય દિવસ કોઈ પણ બ્રેક વગર કામ કરશે. 


પુલવામા હુમલો: ટ્રમ્પનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું-'ખતરનાક સ્થિતિ, કઈંક મોટી કાર્યવાહી કરશે ભારત'


તેના એક દિવસ પહેલા જ પાકિસ્તાનની આર્મીના ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. આ બાજુ પીએઓકેના લોકોને પણ પાકિસ્તાને અગાઉથી જ હાઈ એલર્ટ પર રાખ્યા છે. હકીકતમાં પાકિસ્તાનને એવો ડર છે કે ઉરી હુમલા બાદ 2016માં ભારતે જે રીતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તે જ રીતે આ વખતે પણ ભારત કોઈ આકરી કાર્યવાહી કરી શકે છે. 


આ બાજુ ભારત સરકારે પણ જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓ વિરુદ્ધ વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. ઓછામાં ઓછા 150 લોકોની અટકાયતથી કાશ્મીર ઘાટીમાં તણાવનો માહોલ બની ગયો છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં મુખ્ય રીતે જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાશ્મીરના ચીફ અબ્દુલ હમીદ ફૈયાઝ અને જેકેએલએફના ચીફ યાસિન મલિક સામેલ છે. જો કે પોલીસે આ અંગે નિયમિત પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેટલાક નેતાઓને અને સંભવિત પથ્થરબાજોની અટકાયત કરાઈ છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જમાત એ ઈસ્લામી પર આ પહેલી મોટી કાર્યવાહી છે. આ સંગઠન ભૂતકાળમાં હિજબુલ મુજાહિદ્દીનની રાજકીય શાખા તરીકે કામ કરતું  હતું. 


ચારેબાજુથી ભારતને મળી રહેલા ટેકાથી ગભરાયું પાકિસ્તાન, UNને કહ્યું-'અમને ભારતથી બચાવો'


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...