પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપ્યો પ્રોવિન્સનો દરજ્જો
પાકિસ્તાને એક વધુ નાપાક હરકત કરી છે. ભારતનો હિસ્સો એવા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સ જાહેર કરી દીધુ છે. પાકિસ્તાને ચીનના કરજ અને દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે. આ અંગે ભારતે પહેલેથી જ વિરોધ નોંધાવેલો છે. ઈસ્લામાબાદમાં આયોજિત 73મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ જાહેરાત કરી.
ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાને એક વધુ નાપાક હરકત કરી છે. ભારતનો હિસ્સો એવા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સ જાહેર કરી દીધુ છે. પાકિસ્તાને ચીનના કરજ અને દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે. આ અંગે ભારતે પહેલેથી જ વિરોધ નોંધાવેલો છે. ઈસ્લામાબાદમાં આયોજિત 73મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ જાહેરાત કરી.
નવેમ્બરમાં ચૂંટણી
ઈમરાન ખાને જાહેરાત કરી કે ગિલગિટ બાલ્ટિસ્તાનને બંધારણીય અધિકારો આપવામાં આવશે. અહીં નવેમ્બરમાં ચૂંટણી કરાવવામાં આવશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાના કારણે તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે વિકાસ પેકેજની હાલ જાહેરાત કે ચર્ચા કરી શકે નહીં. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.
કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી, બ્રિટનમાં ગુરુવારથી એક મહિના માટે Lockdown-2!
પાકિસ્તાનમાંથી ઉઠ્યા વિરોધના સૂર
ભારત પહેલેથી જ પાકિસ્તાનના આ પગલાંનો વિરોધ કરતું આવ્યું છે. ઈમરાન ખાનના આ નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાનની અંદર જ પડકાર ફેંકાયો છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓએ મોરચો ખોલી રાખ્યો છે. જમીયત એ ઉલેમા ગિલગિટ બાલ્ટિસ્તાનને પ્રાંત બનાવવા વિરુદ્ધ સતત અવાજ ઉઠી રહ્યો છે. પાકિસ્તાનમાં કહેવાઈ રહ્યું છે કે ઈમરાન ખઆનના આ નિર્ણયથી ભારતનો જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો ફેંસલો કાયદેસર ગણાઈ જશે. પાકિસ્તાન સરકારે વિપક્ષને આ મુદ્દા પર ચૂંટણી બાદ વાત કરવાનું વચન આપ્યું હતું પરંતુ ઈમરાને તે પહેલા જ જાહેરાત કરી દીધી.
ફ્રાન્સ બાદ હવે કેનેડામાં છરાબાજીની ઘટના, ક્યુબેક સિટીમાં 2 લોકોની હત્યા
શું છે વિવાદ?
અત્રે જણાવવાનું કે 1935માં બ્રિટન સરકાર દ્વારા ગિલગિટ એજન્સીને અપાયેલી 60 વર્ષની લીઝ એક ઓગસ્ટ 1947ના રોજ સમાપ્ત થઈ ગઈ. ત્યારબાદ અંગ્રેજોએ આ ક્ષેત્રને જમ્મુ તથા કાશ્મીરના મહારાજા હરિ સિંહને પાછો આપી દીધો હતો. રાજા હરિ સિંહે 31 ઓક્ટોબર 1947ના રોજ સમગ્ર જમ્મુ અને કાશ્મીરનો વિલય ભારતમાં કરી દીધો. ગિલગિટ બાલ્ટિસ્તાનના સ્થાનિક કમાન્ડર કર્નલ મિર્ઝા હસન ખાને 2 નવેમ્બર 1947માં વિદ્રોહ કર્યો. જેનો ફાયદો ઉઠાવતા પાકિસ્તાને હુમલો કર્યો. યુએન દ્વારા યુદ્ધવિરામ જાહેર કરાયા બાદ પાકિસ્તાન તેના પર પોતાનો કબજો જમાવતું રહ્યું પરંતુ ભારત હંમેશાથી આ વિસ્તારને પોતાનો હિસ્સો માને છે. સતત પાકિસ્તાનની આ હરકતોનો વિરોધ કરાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube