ફ્રાન્સ બાદ હવે કેનેડામાં છરાબાજીની ઘટના, ક્યુબેક સિટીમાં 2 લોકોની હત્યા 

કેનેડાના ક્યુબેક સિટીમાં એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો. હુમલાખોર મધ્યકાલીન યોદ્ધાઓના પોષાકમાં હતો. આ હુમલા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ હુમલો હેલોવીનના પ્રાંતીય વિધાયિકા પાસે થયો. 

ફ્રાન્સ બાદ હવે કેનેડામાં છરાબાજીની ઘટના, ક્યુબેક સિટીમાં 2 લોકોની હત્યા 

ઓટાવા/ક્યુબેક: ફ્રાન્સ (France) બાદ કેનેડા (Canada) માં છરાબાજીની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકૂથી હુમલો કર્યો અને ઓછામાં ઓછા બે લોકોના જીવ લીધા. આ હુમલામાં સંદિગ્ધને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી દીધી છે. 

કેનેડાના ક્યુબેક સિટીમાં એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો. હુમલાખોર મધ્યકાલીન યોદ્ધાઓના પોષાકમાં હતો. આ હુમલા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ હુમલો હેલોવીનના પ્રાંતીય વિધાયિકા પાસે થયો. 

સ્થાનિક પોલીસે હુમલાખોરની ધરપકડ માટે મોટું અભિયાન ચલાવ્યું છે. પોલીસે અલર્ટ જાહેર કરતા લોકોને પાર્લિયામન્ટ હિલ વિસ્તારમાં જવાથી બચવાનું કહ્યું છે. પોલીસે કહ્યું કે હુમલાખોર આ વિસ્તારમાં ક્યાંય પણ છૂપાયેલો હોઈ શકે છે. આવામાં આ વિસ્તારમાં જવું જોખમી સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news