પાકિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, પીટીઆઇના આરિફ અલ્વીની જીતની સંભાવના
મુખ્ય ચૂંટણી કમિશ્નર સરદાર રજા ખાન ચૂંટણી અધિકારી હશે. વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનો કાર્યકાળ આઠ સપ્ટેમ્બરના રોજ પુરો થઇ રહ્યો છે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીના ઉમેદવારના જીતની સંભાવના છે કારણ કે વિપક્ષ સંયુક્ત ઉમેદવારને ઉતારવામાં નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઇમરાન ખાન આ પાર્ટીના પ્રમુખ છે.
પાકિસ્તાન ચૂંટણી કમિશન (ઇસીપી)એ ચૂંટણી માટે સોમવારે તૈયારીઓ પુરી કરી લીધી. નેશનલ એસેંબલી સાથે ચાર પ્રાંતીય એસેંબલીમાં મતદાન કેંદ્ર બનાવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સરદાર રજા ખાન ચૂંટણી અધિકારી હશે. વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનો કાર્યકાળ આઠ સપ્ટેમ્બરના રોજ પુરો થઇ રહ્યો છે. તેમને પાંચ વર્ષના બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણીમાં ઉતરવાની મનાઇ કરી દીધી છે.
ત્રણ ઉમેદવાર- સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના આરિફ અલ્વી, પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ચૌધરી એતઝાઝ અહસન અને જમીઅત-એ-ઉમેલાના પ્રમુખ મૌલાના ફજલ ઉર રહમાન મુકાબલામાં છે. કરાંચીમાં રહેનાર અલ્વી દંતચિકિત્સકમાંથી નેતા બન્યા છે. સંયુક્ત વિપક્ષ અલ્વીને પડકાર ફેંકવા માટે એક ઉમેદવાર ઉભા કરવાના હતા પરંતુ આમ કરી શક્યા નહી.
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)એ ગત મહીને જાણીતા વકીલ અને વરિષ્ઠ નેતા અહસનને ઉમેદાર જાહેર કર્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ (પીએમએલ-એન) અને મુત્તાહિદ મજલીસ-એ-અમ્લ (એમએમએ) સહિત અન્ય વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો. મતભેદ વધતાં રહમાનને નામાંકિત કરવામાં આવ્યા.