ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને ગણાવ્યો શહીદ, સંસદમાં આપ્યું વિવાદિત નિવેદન
Imran Khan Calls Osama Bin Laden Martyr: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશની સંસદમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે, પાકિસ્તાને અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સાથ આપવાની જરૂર નહોતી.
ઇસ્લામાબાદઃ આતંકવાદના ખાતમાને લઈને પાકિસ્તાનનું શું વલણ છે તે પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશની સંસદમાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. વિશ્વભરમાં આતંકી હુમલાને અંજામ આપનાર અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને ખાને શહીદ ગણાવ્યા છે. ખાનનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલા ન ભરવા અને આતંકી સંગઠનોને આસરો આપવાના આરોપ તેમના પર લાગી રહ્યો છે.
ઇસ્લામાબાદને જાણ કર્યા વગર ઓસામાને કર્યા શહીદ
ઇસ્લામાબાદમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીએ અલ કાયદાના વડા અને ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને સંસદમાં શહીદ ગણાવ્યો છે. એટલું જ નહીં ખાને તે પણ કહ્યુ કે, પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ જંગમાં અમેરિકાનો સાથ આપવાની જરૂર નહતી. અમેરિકા પર વરસતા ખાને કહ્યુ કે, અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને શહીદ કરી દીધો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં અને ત્યારબાદ દુનિયા પાકિસ્તાનની આબરૂના ધજાગરા કરવા લાગી હતી.
ભારતનું પરાક્રમ જોઇ ગભરાયા પાકિસ્તાની વિદેશી મંત્રી, સતાવવા લાગ્યો હુમલાનો ડર
આતંકવાદ પ્રત્યે ઇમરાનનું કુણુ વલણ
આવુ પ્રથમવાર નથી જ્યારે ઇમરાન ખાને આવુ વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓસામાને લઈને પણ તેમણે કુણુ વલણ દાખવ્યુ છે. તેમણે ઘણી તકે તેને આતંકી માનવાનો પણ ઇનકાર કર્યો છે. તેઓ તાલિબાની આતંકીઓને ભાઈ પણ ગણાવી ચુક્યા છે. પહેલાની સરકારો દરમિયાન તે ડ્રોન હુમલાની ટીકા કરી ચુક્યા છે અને તેમનું કહેવુ હતુ કે જો ડ્રોન હુમલા બંધ થઈ જાય તો તાલિબાની ગતિવિધિઓ પણ બંધ થઈ જશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube