ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan) ના બડબડીયા મંત્રી શેખ રાશીદ અહેમદે (Sheikh Rashid Ahmad) એકવાર ફરીથી ભારતને પરમાણુ હથિયારથી હુમલાની ધમકી આપી છે. શેખ રાશિદે કહ્યું કે, ઇસ્લામાબાદ પાસે સામરિક પરમાણુ હથિયાર છે જે ભારતને મોટી ક્ષતિ પહોંચાડવા સક્ષમ છે. જિયો ન્યૂઝ અનુસાર રવિવારે નનકાના સાહિબમાં એક નિર્માણાધીન રેલવે સ્ટેશનનાં ભવનનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા શેખ રાશિદ અહેમદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા
મંત્રીએ પાકિસ્તાન (Pakistan) દૈનિક ધ ન્યુઝનાં હવાલાથી કહ્યું કે, પાકિસ્તાનની પાસે 125-250 ગ્રામના પરમાણુ બોમ્બ (સામરિક પરમાણુ હથિયાર) છે, જે ભારતનાં કોઇ પણ હિસ્સાને નિશાન બનાવવા માટે સક્ષમ છે.  શેખ રાશિદનું આ નિવેદન સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની તે ટિપ્પણી બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ઉપ-મહાદ્વીપમાં સતત બદલાતી સ્થિતીઓને ધ્યાને રાખી ભારત પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહી કરવાની નીતિની સમીક્ષા કરવા અંગે વિચાર કરી શકે છે.


મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
EXCLUSIVE: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ઘુસાડ્યા 7 આતંકવાદી, મોટા હુમલાની તૈયારી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત થોડા દિવસોથી પાકિસ્તાન (Pakistan) રેલમંત્રી શેખ રાશિદ અહેમદ સતત ભારતની વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. ગત્ત અઠવાડીયે જ્યારે તેઓ ભારત અને વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા હતા, આ દરમિયાન તેમને કરંટના ઝટકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમણે હાલના ભારત સરકારની નીતિઓની તુલના દ્વિતીય વિશ્વયુદ્ધના ખલનાયક એડોલ્ફ હિટલર અને બેનિટો મુસોલિનીનાં ફાસીવાદી શાસન થકી કરી હતી.


દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર
મંત્રી શેખ રાશીદે કહ્યું કે, વડાપ્રધાન મોદીની નીતિ જવાહરલાલ નેહરૂ અને મહાત્મા ગાંધી કરતા વિરોધાભાસી છે. તેમણે કહ્યું કે, 5 ઓગષ્ટ જેવી જ ભારતે જમ્મુ કાશ્મીર પાસેથીવિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લીધો અને તેની સાથે જ ભારતની સાથે દ્વિપક્ષીય સમજુતી ભંગ તઇ ગયો છે. આ દરમિયાન મંત્રીની તેવી પણ જાહેરાત કરી કે નનકાના સાહેબમાં રેલવે સ્ટેશનનું નામ ગુરૂ નાનકના નામે રખાશે. અહેમદે કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાનનું માનવું છે કે બાબા ગુરૂ નાનક રેલવે સ્ટેશન પાકિસ્તાન (Pakistan) માં ધાર્મિક પર્યટનમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે.