પાકિસ્તાને ખોલી પોતાની પોલ, જણાવ્યું ક્યાં રહે છે દાઉદ ઇબ્રાહિમ, જાણો તેની કુંડળી
Dawood Ibrahim in Karachi: પાકિસ્તાન સરકારે એક લિસ્ટ જારી કરી 88 આતંકી સંગઠનો અને તેના વડાઓ પર પ્રતિબંધ લગાવવાનો દાવો કર્યો છે. આ લિસ્ટમાં ભારતના દુશ્મન દાઉદ ઇબ્રાહિમનું પણ નામ છે.
ઇસ્લામાબાદઃ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં 1993મા બોમ્બ ધમાકાથી ન માત્ર ભારત પરંતુ વિશ્વ હચમચી ગયું હતું. આ આતંકી ઘટનામાં 350 લોકોના મૃત્યુ થયા હતા અને 1200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2003મા ભારત સરકારે અમેરિકા સાથે મળીને તેના જવાબદાર દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને ગ્લોબલ ટેરરિસ્ટ (વૈશ્વિક આતંકવાદી) જાહેર કર્યો હતો. ભારતે ઘણી વાર પૂરાવા આવ્યા પરંતુ પાકિસ્તાને હંમેશા પોતાને ત્યાં હોવાનો ઇનકાર કર્યો પરંતુ આખરે તે પોતાની જાળમાં ફસાયું છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાં આવતું બચવા માટે પાકિસ્તાને 88 આતંકી સંગઠનો અને તેના વડાઓનું લિસ્ટ જાહેર કર્યું જેના પર પ્રતિબંધ લગાવવાનો તેણે દાવો કર્યો છે. આ લિસ્ટમાં દાઉદનું નામ સામેલ કરીને પાકિસ્તાને સ્વીકારી લીધું છે કે ભારતનો ગુનેગાર તેની ધરતી પર આરામ કરી રહ્યો છે. અહીં જુઓ પાકિસ્તાને કઈ રીતે ખોલી દાઉદની કુંડળી.
ભારતનો નાગરિક 'હાજી ભાઈ'
પાકિસ્તાને જે દસ્તાવેજ જારી કર્યા છે, તેમાં જણાવ્યું છે કે શેખ દાઉદ ઇબ્રાહિમ કાસકરનો જન્મ ભારતના મહારાષ્ટ્રમાં રત્નાગિરીના ખેરમાં 26 ડિસેમ્બર, 1955ના શેખ ઇબ્રાહિમ અલી કાસકરના ઘરે થયો હતો. તેની નાગરિકતા પણ ભારતીય જણાવવામાં આવી છે. સાથે તેના બધા નામો જેમ કે દાઉદ હસન, અદબુલ હમીન અબ્દુલ, આઝીજ, દાઉદ સાબરી, દાઉદ ભાઈ, હાજી ભાઈ, મોટા ભાઈ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ
ભારત, દુબઈ, પાકિસ્તાનનો પાસપોર્ટ
ભારતમાં બોમ્બેથી લઈને પાકિસ્તાન સુધી જારી કરવામાં આવેલા ઘણા પાસપોર્ટનો ઉલ્લેખ પણ દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 1985મા બોમ્બેમાં જારી કરવામાં આવેલ પાસપોર્ટને ભારત સરકારે રદ્દ કરી દીધો હતો. આ સિવાય બોમ્બેમાં 1975, 1978, 1979, 1981, 1983, 1985, જેદ્દાહમાં 1989, દુબઈમાં 1985, રાવલપિંડીમાં 1991 અને 2001, 1996મા કરાચીમાં પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
કરાચીમાં દાઉદનું સરનામું
સૌથી ખાસ વાત તે છે કે અત્યાર સુધી દાઉદ પાકિસ્તાનમાં છે તે વાતને નકારતા પાકે કરાચીમાં તેના ત્રણ-ત્રણ સરનામા જણાવ્યા છે. આ દસ્તાવેજમાં સામેલ તેના એડ્રેસમાં કરાચીના ક્લિફ્ટનમાં સઉદી મસ્જિદની પાસે વાઇટ હાઉસ, હાઉસ નંબર 37, 30મી સ્ટ્રીટ-ડિફેન્સ, હાઉસિંહ ઓથોરિટી અને નૂરાબાદમાં પલેશિયલ બંગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિશ્વભરમાં ફેલાયો છે કારોબાર
પાકિસ્તાન હંમેશા દાઉદની હાજરીનો ઇનકાર કરતું રહ્યું હોય પરંતુ દાઉદના ભાઈ ઇકબાલ કાસકરે 2017મા જણાવ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં છુપાયો છે. તેણે તે પણ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ દાઉદે પાકિસ્તાનમાં ચાર વાર પોતાના ઠેકાણા બદલ્યા હતા. કરાચીમાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ તેની સુરક્ષામાં તૈનાત છે. યૂરોપમાં અમેરિકા સુધી કાળા દંધાનો વ્યાપાર કરનાર દાઉદની ઘણઈ સંપત્તિઓ બ્રિટનમાં હોવાનો દાવો કરવામાં આવે છે. રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનની એક્સેસ અને કેન્ટ જેવી કાઉન્ટીમાં સંપત્તિઓ હોવાનો દાવો કરવામાં આવે છે. બ્રિટન સિવાય દાઉદની ઘણી સંપત્તિઓ સંયુક્ત અરબ અમીરાત, સ્પેન, મોરક્કો, તુર્કી, સાઇપ્રસ અને ઓસ્ટ્રેલિયામાં પણ હોવાનો દાવો કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર