નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) જવાની ધમકી આપી છે. ચીન પ્રવાસેથી પાછા ફરેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કુરેશીએ કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાંથી ભારત દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ UNSCમાં ફરીથી પ્રસ્તાવ લાવશે. કુરેશીએ પાકિસ્તાનના આ પ્રસ્તાવ પર ચીન તરફથી સમર્થન મળવાની વાત પણ કરી. જો કે ચીન તરફથી હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા


પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી જમ્મુ અને  કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કમલ 370ને રદ કરવાના ભારતના નિર્ણય પર ચીનના નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરવા માટે ચીન ગયા હતાં. કુરેશીને ચીને સલાહ આપી હતી કે પાકિસ્તાન કાશ્મીર પર  તણાવ વધારવાથી બચે અને તે ભારત સાથે પોતાના સંબંધો વધુ ખરાબ ન કરે. 


જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ હાલમાં પાકિસ્તાને UNSCને એક પત્ર પણ લખ્યો હતો. પરંતુ પાકિસ્તાનને આ મામલે UNSC તરફથી ઝટકો મળ્યો હતો. UNSCએ પાકિસ્તાનના આ પત્ર પર કોઈ કોમેન્ટ કરી નહતી. આ બાજુ અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે કાશ્મીર પર અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...