વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં ઈન્ડિયા-ચાઈના લેવલ મિકેનિઝમ (એચએલએમ)ની બીજી બેઠકમાં ભાગ લેશે.

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં ઈન્ડિયા-ચાઈના લેવલ મિકેનિઝમ (એચએલએમ)ની બીજી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રી બન્યા બાદ એસ જયશંકરનો આ પહેલો ચીન પ્રવાસ છે. ચીનમાં વિદેશ મંત્રી પોતાના સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી બીજી અનૌપચારિક મુલાકાતને લઈને તૈયારીઓ પર હશે. 

જુઓ LIVE TV

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ એચએલએમની બેઠક બંને દેશો વચ્ચે પર્યટન, કળા, ફિલ્મ, મીડિયા, સંસ્કૃતિ અને ખેલ ક્ષેત્રે સહયોગના આદાન-પ્રદાનને દર્શાવશે. આ એચએલએમ મીટિંગનો પાયો પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ગત વર્ષ એપ્રિલમાં થયેલી પહેલી અનૌપચારિક મુલાકાત દરમિયાન પડ્યો હતો. બંને વચ્ચે આ બેઠક 21 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news