વોશિંગ્ટન : અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, એમનો દેશ પાકિસ્તાનમાં સરકાર બન્યા બાદ નવા નેતાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે અને દક્ષિણ એશિયામાં સુરક્ષા, સ્થિરતા અને સમૃધ્ધિ વધારવાનો પ્રયાસ કરાશે. વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકા, પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવે એની રાહ જોઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ઇમરાન ખાન પાકિસ્તાનની બાગડોર સંભાળી, શું આતંકવાદ પર લાગશે લગામ?


પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ ઇમરાન ખાને ચૂંટણી જીત્યાનો દાવો કર્યો છે. સંસદીય ચૂંટણીના પરિણામ જોતાં પીટીઆઇ 105 બેઠકો જીતી ચૂકી છે. જોકે, પ્રતિદ્વંદ્વી રાજકીય પાર્ટીઓને ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિના આરોપ લગાવ્યા છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીના પીટીઆઇ ભાષાને જણાવ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં ચૂંટાયેલા નેતાઓ નવી સરકાર બનાવી લેશે તો અમેરિકા દક્ષિણ એશિયામાં સુરક્ષા, સ્થિરતા અને સમૃધ્ધિના લક્ષ્યોને આગળ વધારવા માટે એમની સાથે હાથ મિલાવીને કામ કરવાના અવસર શોધશે. 


આ પણ વાંચો : સત્તા પર આવતા જ ઇમરાનના સમાધાનના સૂર, ભારત સાથે મંત્રણા શક્ય


પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા ચૂંટણી પ્રચાર દરમિયાન અભિવ્યક્તિની આઝાદી, લોકો અને પ્રેસ સાથે મળવા પર પ્રતિબંધના રિપોર્ટને લઇને ચિંતિત છે. સંસદમાં વિદેશી બાબતોની સમિતિના સમદસ્ય ઇલિયોટ એન્જલે ચૂંટણીમાં સેનાની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પાકિસ્તાનના લોકોએ વધુ એક તક ગુમાવી છે.


આ પણ વાંચો : પાકિસ્તાનમાં એક પણ વડાપ્રધાને કાર્યકાળ પૂરો કર્યો નથી...


તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનના લોકોને અભિનંદન આપવા ઇચ્છું છું જેમણે વિવિધ પડકારો વચ્ચે પણ બહાદુરીથી મત આપ્યા. મને આશા હતી કે પાકિસ્તાન 2013ની ચૂંટણીની પરંપરા બનાવી રાખશે કે જ્યારે પહેલી વાર લોકશાહી તરીકે સત્તા હસ્તાંતરણ થઇ હતી. તેમણે કહ્યું કે, પરંતુ હું પાકિસ્તાતનની સેનના ચૂંટણીને પ્રભાવિત કરવાના આરોપોને ગંભીરતાથી લઇ રહ્યો છું. જોકે તેમણે એ પણ કહ્યું કે, સરકાર કોઇ પણ આવે પરંતુ તે એમની સાથે કામ કરવા માટે તૈયાર છે.


વિદેશના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો...