ઇસ્લામાબાદ : પાકિસ્તાન ભલે ચીન સાથે મિત્રતાપુર્ણ સંબંધો હોવાનાં દાવા કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાની યુવતીઓ માટે ચીની દુલ્હા ખતરારૂપ બનતા જાય છે. પાકિસ્તાન સરકારે ચીની દુલ્હાઓ મુદ્દે ચેતવણી જાહેર કરવી પડી છે. ગલ્ફ ન્યૂઝનાં રિપોર્ટ અનુસાર ચીની પુરૂષો પાકિસ્તાની યુવતીઓને નકલી લગ્ન કરે છે અને પછી તેમને દેહ વિક્રયનાં ધંધામા ધકેલી રહ્યા છે. ગત્ત થોડા વર્ષોથી પાકિસ્તાનમાં લગ્ન કરીને દેહ વ્યાપારમાં યુવતીને ધકેલવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: 2014માં PM મોદી બોક્સિંગ રિંગમાં ઉતર્યા, પણ કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો'

ચીનનાં પાકિસ્તાનમાં રહેલા હાલનાં ચીન દુતાવાસે પણ આ મુદ્દે નિવેદન બહાર પાડ્યા છે. ચીની દુતાવાસનું કહેવું છે કે પાકિસ્તાની યુવતીઓ બિનકાયદેસર રીતે મેચ મેકિંગ સેન્ટરોથી લગ્ન નક્કી ન કરે. કારણ કે આ સેન્ટર અંગત ફાયદાઓ માટે ચાલી રહ્યા છે અને તેનાથી પાકિસ્તાની યુવતીઓનાં જીવન સામે ખતરો પેદા થઇ શકે છે. 
બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

ચીની યુવકો પાકિસ્તાનમાં કામ કરતા સમયે આ ગરીબ યુવતીઓ સાથે લગ્ન કરે છે અને તેઓ લગ્નના નકલી ડોક્યુમેન્ટ્સ પણ બનાવે છે અને પોતે ક્રિશ્ચિય અથવા મુસ્લિમ હોવાનું દેખાડીને લગ્ન કરી લેતા હોય છે. ચીની યુવકો પાકિસ્તાની યુવતીઓને લગ્ન કરીને ચીન લઇ જાય છે અને તેમને નોકરી અને આરામનું જીવન હોવાનાં સપનાઓ દેખાડે છે. 


લોકસભા ચૂંટણી 2019: યુપીનું મિશન પાર પાડવાની જવાબદારી ભાજપના આ 5 'પાંડવ'ને શીરે

ત્યાર બાદ પૈસાની ઓફર આફીને તેને ચીન લઇ જાય છે. અહીં યુવતીઓને વેપાર અને માનવ તસ્કરીનાં દળદળમાં પરાણે નાખી દે છે. અનેકોને તો ચીનથી બીજા દેશ સુધી જઇને સેક્સ વ્યાપાર કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ભલે બંન્ને દેશનો વ્યાપાર વધારવા માટે બનાવ્યું હોય. પરંતુ તે કોરિડોર પાકિસ્તાનમાં રહી રહેલા લોકો માટે પરેશાનીનું કારણ બની ચુક્યું છે. 


CBSE Result 2019: Class 10thનું રિઝલ્ટ જાહેર, 91.1 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

2015થી અનેક ચીની નાગરિકો આ કોરિડોર બન્યા બાદથી પાકિસ્તાનમાં રહી રહ્યા છે. તેમાંથી કેટલાકે તો ઘરની સંપત્તીઓ પણ ખરીદી લીધી છે. જો કે વ્યાપારની આડમાં કેટલાક લોકો દેહ વ્યાપાર અને અંગ તસ્કરીનો વ્યાપાર પણ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર કેટલાક કિસ્સાઓમાં સેક્સ વેપાર ઉપરાંત માનવ તસ્કરીનાં કિસ્સાઓ પણ સામે આવ્યા છે. મિડલ ઇસ્ટ સહિત અનેક દેશોમાં પાકિસ્તાની યુવતીઓને અંગ તસ્કરી માટે ઉપયોગ કરવામાં આવ્યો.