Pakistan: PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો આરિફ અલ્વી પણ થયા કોરોનાથી સંક્રમિત
ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન (imran khan) બાદ દેશના રાષ્ટ્રપતિ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી (Arif Alwi) એ ખુદ ટ્વિટર પર જાણકારી આપી અને કહ્યુ કે, તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસ બાદ થયા સંક્રમિત
ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અલ્લાહ બધા કોવિડ-19 પીડિતો પર દયા બનાવી રાખે. વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યો છું પરંતુ એન્ટીબોડી બીજો ડોઝ લીધા બાદ બનવાનું શરૂ થાય છે. મહેરબાની કરીને સાવચેતી રાખો.'
આ પણ વાંચોઃ tajikistan માં મંગળવારે 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનમાં ભાગ લેશે ભારત અને પાકના વિદેશ મંત્રી
ઇમરાન ખાન પણ થયા હતા સંક્રમિત
મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલાથી કોરોનાથી સંક્રમિત છે. તેમણે પણ ચીનની કોરોના વેક્સિન લગાવી હતી. ઇમરાન ખાન ક્વોરેન્ટાઇન છે. કોરોના વેક્સિન લગાવ્યા બાદપાકિસ્તાનના પીએમ ખાને દેશના લોકોને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાનમાં વધી રહેલા કેસો બાદ ઘણા વિસ્તારોમાં આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube