ઇસ્લામાબાદઃ પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ 2021માં વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સીમાં છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ 2021ની શરૂઆતથી આશરે 12 ટકા અને મેના મધ્યમાં 152.50 ડોલરના નિચલા સ્તર પર 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021ના અંત સુધી પાકિસ્તાન સરકારે ઇકોનોમીને સ્થિત કરવા માટે એકવાર ફરી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નો દરવાજો ખખડાવવો પડ્યો છે. ડોને જણાવ્યુ કે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને રૂપિયો સ્થિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે. ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (FIA) એ અમેરિકી કરન્સીના આઉટફ્લોને પ્રતિબંધિત કરવા અને તેની માંગને ઓછી કરવા માટે જમાખોરો અને તસ્કરો પર સતત કાર્યવાહી કરી રહી છે. 


ઇમરાન સરકારના કાર્યકાળમાં અત્યાર સુધી 30.5 ટકાનો ઘટાડો
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની હાલની સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઓગસ્ટ 2018માં ડોલરના મુકાબલે 123 રૂપિયાથી ઘટીને ડિસેમ્બર 2021માં 177 રૂપિયો થઈ ગયો છે. છેલ્લા 40 મહિનામાં તે 30.5 ટકાનો ઘટાડો થયો છે. આ  તેને દેશના ઈતિહાસમાં કરન્સીના હાઈ ડીવેલ્યૂએશનમાંથી એક બનાવે છે. 


આ પણ વાંચોઃ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ જસવિંદર સિંહની જર્મનીમાં ધરપકડ  


આ પહેલા પાકિસ્તાનની કરન્સીનું આટલું વધુ અવમૂલ્યન આશરે 50 વર્ષ પહેલા થયું હતું જ્યારે પશ્ચિમી પાકિસ્તાન આઝાદ બાંગ્લાદેશ બન્યું હતું. તે સમયે અમેરિકી ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયો 58 ટકા ઘટીને 4.6 રૂપિયાથી 11.1 રૂપિયો થઈ ગયો હતો.


પાકિસ્તાનની કરન્સીની સ્થિતિને લઈને પાકિસ્તાનના પૂર્વ આર્થિક સલાહકાર ડોક્ટર અશફાક હસન ખાને કહ્યુ છે કે આર્થિક નીતિ નિર્માણ સંપૂર્ણ રીતે પડી ભાગ્યું છે કારણ કે દેશની રાજકોષીય ફિસિકલ પોલિસી અને એક્સચેન્જ રેટ નીતિઓને અધીન થઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું કે, પબ્લિક ડેબ્ટ, ડેબ્ટ સર્વિસ, વગેરેને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube