લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ જસવિંદર સિંહની જર્મનીમાં ધરપકડ

લુધિયાણા કોર્ટના માસ્ટમાઇન્ડ જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જસવિંદર સિંહ શીખ ફોર જસ્ટિસનો સભ્ય છે અને ભારતમાં અન્ય જગ્યાએ આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. 

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ જસવિંદર સિંહની જર્મનીમાં ધરપકડ

બર્લિનઃ પંજાબની લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટની પાછળના મુખ્ય આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. આ ભારત સરકારની કૂટનીતિક સફળતા માનવામાં આવી રહી છે કારણ કે જર્મન પોલીસે જે જસવિંદર સિંહ મુલ્તાનીની બર્લિનથી ધરપકડ કરી છે તે પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ) નો કટ્ટરપંથી છે અને લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. 

ભારતમાં હુમલો થયો તો જર્મની જવાબદાર
મોદી સરકારે બ્લાસ્ટના 72 કલાકમાં જર્મની પર કૂટનીતિક દબાણ બનાવી મુલ્તાનીની ધરપકડને અંજામ અપાવ્યો છે. તેમાં ભારત સરકારે તે સ્પષ્ટ કર્યુ કે જો મુંબઈ કે દિલ્હીમાં કોઈ બોમ્બ બ્લાસ્ટ થાય તો તે જર્મનીને જવાબદાર ઠેરવશે. ત્યારબાદ જર્મન પોલીસે કાર્યવાહી કરી છે. બર્લિન અને નવી દિલ્હીમાં સ્થિત અધિકારીઓ અનુસાર, મોદી સરકારે મામલાની ગંભીરતા વિશે જર્મન પોલીસને સમજાવવા માટે દિલ્હી અને બર્લિનમાં જર્મન દૂતાવાસને કાર્યવાહી યોગ્ય ગુપ્ત જાણકારી પ્રદાન કરી હતી. વિદેશ મંત્રાલયના સર્વોચ્ચ અધિકારીઓ દ્વારા ભારતીય દૂતાવાસના અન્ય અધિકારીઓને તેમની ક્રિસમસની રજામાંથી પરત બોલાવી લીધા જેથી તે નક્કી કરી શકાય કે જર્મન અધિકારી મુંબઈ પર મંડાયેલા આતંકી હુમલાના ખતરાને ગંભીરતાથી સમજે. 

મુંબઈ હુમલો કરવાની ફિરાકમાં હતો મુલ્તાની
તે સમજે શકાય કે મુલ્તાની મુંબઈમાં વિસ્ફોટક મોકલવામાં સક્ષમ હતો અને હુમલા માટે તેણે એક આતંકવાદી ટીમને એકત્ર કરી હતી. જ્યાં એસએફજે આતંકવાદીથી વર્તમાનમાં જર્મન પોલીસ પૂછપરછ કરી રહી છે, ત્યાં ભારતીય સુરક્ષા એજન્સીઓ અને વિદેશ મંત્રાલય આ મામલા પર મૌન છે. જર્મન અધિકારીઓ દ્વારા મુલ્તાનીની ધરપકડ દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું છે કારણ કે આ યૂકે અને કેનેડા જેવા દેશોને શીખ અલગાવવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર કરશે, જેને પાકિસ્તાનનું સમર્થન પ્રાપ્ત છે. ભારત વ્યૂહાત્મક ભાગીદાર હોવા છતાં, યુકે અને કેનેડાની નિષ્ક્રિયતાએ ભારતીય સુરક્ષા એજન્સીઓને ખાતરી આપી છે કે મોટી શીખ વસ્તી ધરાવતા આ દેશો જટિલ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાકની મદદથી હથિયાર મોકલતો હતો મુલ્તાની
મુલ્તાનીએ હાલમાં પોતાના પાકિસ્તાન સ્થિત ગેંગ અને હથિયાર તસ્કરોની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, હાથગોળા અને પિસ્તોલ યુક્ત હથિયારોના જથ્થાની વ્યવસ્થા કરવા અને મોકલવાનું સુરક્ષા એજન્સીની નજરમાં આવ્યું છે. તે તસ્કરીના જથ્થાનો ઉપયોગ કરી પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news