ઇસ્લામાબાદ : અમેરિકા અને તાલિબાનો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા મુદ્દે ટ્વીટર પર ઉપજેલા ઉચ્ચસ્તરીય રાજદ્વારી વિવાદમાં પાકિસ્તાનનાં એક મંત્રીએ કાબુલમાં અમેરિકાનાં રાજદુતને અલ્પજ્ઞાની  ગણાવતા તેમની મજાક ઉડાવી હતી અને તમને લિટ્લ પિગ્મીની સંજ્ઞા પણ આપી હતી. અફઘાનિસ્તાન પર હુમલાનાં 17 વર્ષથી વધારે સમય બાદ અમેરિકાત્યાંથી બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા છે. આ ઘટના ક્ષેત્રીય તણાવનાં નાજુક સંતુલનને રેખાંકીત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરની સ્થિતી અંગે કોંગ્રેસ,NC અને પીડીપી જવાબદાર છે: વડાપ્રધાન મોદી

જેની શરૂઆત ત્યારે થઇ જ્યારે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને અફઘાનિસ્તાનમાં કથિત રીતે એક અંતરિમ સરકારની રચનાની સલાહ આપી હતી, જેથી વાતચીતની પ્રક્રિયા સુચારુ રીતે થવામાં મદદ મળશે. પાકિસ્તાનનાં વડાપ્રધાને સોમવારે સ્થાનીક પત્રકારો સાથે થોડો સમય વાતચીતમાં આ ટીપ્પણી કરી હતી.  ખાનની આ ટીપ્પણીથી અફઘાનિસ્તાનમાં વિવાદ પેદા થઇ ગયો છે. અફઘાનિસ્તાનમાં લંબાા સમયથી દેશમાં તાલિબાનનાં સમર્થન અને તેનાં પ્રશિક્ષણ માટે પાકિસ્તાનની ગુપ્ત સેવાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. 


પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું

જેના કારણે અનઅપેક્ષીત પ્રતિક્રિયા આવી, જો કે તેની તુરંત બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકા રાજદુત જોન બાસે એક ટ્વીટ કર્યું જેમાં પાકિસ્તાનની વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમનાં કેપ્ટન તરીકે ઇમરાન ખાને ગત્ત દિવસો અને આ રમતમાં અનેક ગોટાળા કાંડોમાં પાકિસ્તાની ખેલાડીઓની સંડોવણી હોવાનો ઉલ્લેખ કરતા ખાનની નિંદા કરી. કોઇ વિદેશી રાજદુત દ્વાતા તેમનાં નેતાનું અપમાન કરવામાં આવતા પાકિસ્તાન ભડકી ઉઠ્યું અને તેમણે તેની વિરુદ્ધ ટ્વીટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી. 


મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

અમેરિકી રાજદુતનાં આ ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપનારાઓમાં ખાનના માનવાધિકાર મંત્રી શિરીન માજરા પણ હતા જેમણે પોતાનાં ટ્વીટમાં અમેરિકી રાજદુતને લિટલ પિગ્મી કહીને સંબોધિત ક્યા. શિરીને શાંતિ મંત્રણાનું નેતૃત્વ કરી રહેલા અમેરિકી રાજદુત જલમય ખાલીલજાદનો હવાલો ટાંકતા ટ્વીટ કર્યું, તમે સ્પષ્ટ રીતે લિટ્લ પિગ્મી છો.