પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું

પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે રાજીનામું આપી દીધું છે

પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું

નવી દિલ્હી : પોતાની જ પાર્ટીથી નારાજ રહેલા લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે રાજીનામું આપી દીધું છે. ગુરૂવારે તેજ પ્રતાપે વિદાર્થી રાષ્ટ્રીય જનતા દળના સંરક્ષકનાં પદ પરથી રાજીનામું આપી દીધું. ટ્વીટર પર તેની જાહેરાત કરતા તેજ પ્રતાપે લખ્યું કે, નાદાન છે એવા લોકો જે મને નાદાન સમજે છે, કોણ કેટલા પાણીમાં છે તેની મને ખબર છે. આ પહેલા તેજ પ્રતાપ યાદવ પોતાની પાર્ટીની ઉપર દબાણ બનાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં હતા. 

તેજપ્રપાત શિવહર અને જહાનાબાદ સીટથી પોતાનાં સમર્થક અંગેશ કુમાર અને ચંદ્ર પ્રકાશને ટીકિટ અપાવવા માંગે છે અને આ મુદ્દે  તેમણે પાર્ટીની ઉપર દબાણ બનાવવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. મળતી માહિતી અનુસાર તેજ પ્રતાપ યાદવ પ્રેસ કોન્ફરન્સમાં અંગેશ સિંહ અને ચંદ્ર પ્રકાશની શિવહર અને જહાનાબાદથી ઉમેદવારની જાહેરાત કરવાનાં હતા. પરંતુ લાલુનાં હસ્તક્ષેપ બાદ તેજ પ્રતાપનું વલણ નરમ પડી ગયું અને તેમણે પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી દીધી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરજેડી શિવહરથી રામા સિંહ અને જહાનાબાદથી સુરેન્દ્ર યાદવને ઉભા રાખવા ઇચ્છે છે. તેનાથી તેજ પ્રતાપ નારાજ છે. ગત્ત દિવસોમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં યુવાનોને તક મળવી જોઇએ. હવે તેજ પ્રતાપ યાદવનાં રાજીનામા બાદ રાજકીય વર્તુળામાં ચર્ચા છે કે તેઓ પોતાની નવી પાર્ટી બનાવી શકે છે. 

મહાગઠબંધનમાં રાજદને 20 સીટ, કોંગ્રેસને 9 સીટ, રાલોસપા 5 સીટ અને જીતન રામ માંઝીની હમ પાર્ટીની ત્રણ સીટ મુકેશ સાહનીની પાર્ટી વીઆઇપીને પણ ત્રણ સીટો આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news