સિઓલ: કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને ફેલાવવાને લઈને અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોના એક સમૂહના કહેવા પર વિશ્વન આરોગ્ય સંગંઠને સ્વીકાર્યું હતું કે વાયરસના હવા દ્વારા ફેલાવવાના પુરાવા મળ્યાં છે. હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઘરમાં રહેલા સામાનથી અને બહારથી આવતા સામાન દ્વારા પણ કોરોના ફેલાવવાની પૂરેપૂરી આશંકા છે. રિસર્ચમાં કહેવાયું છે કે બહારથી આવતા સામાનને સારી રીતે ડિસઈન્ફેક્ટ કરવો ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કોરિયાના આ સ્ટડીને યુએસ સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) S 16 જુલાઈના રોજ પ્રકાશિત કર્યો છે. કોરિયા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ પ્રિવેન્શન (KCDC)ના ડાઈરેક્ટર જિયોંગ ઈયુન કિયોંગની ટીમે એક રિસર્ચમાં દાવો કર્યો છે. આ રિપોરટ્ 5706 પ્રાથમિક કોરોના દર્દીઓ અને ત્યારબાદ સંક્રમિત થયેલા 59 હજાર લોકો પર આધારિત છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ 100 કોરોના દર્દીઓમાં ફક્ત 2 જ એવા છે જેમને બિન ઘરેલુ સંપર્કના કારણે કોરોના થયો છે. જ્યારે દરેક 10 દર્દીમાંથી 1 દર્દીને કોરોનાનો ચેપ તેમના ઘરના સભ્ય દ્વારા લાગ્યો છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube