ન્યૂયોર્ક: દિવસભરમાં 16 કલાક દરમિયાન સમાન્ય રીતે લોકો 52 મિનિટ ગપસપ કરે છે. ગપસપ દરમિયાન સ્ત્રીઓ એટલા સ્તર સુધી નીચે નથી જતી જેટલું પુરુષો જાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધનમાં મહિલાઓ અને પુરુષ બંનેને સામેલ કરવામાં આવ્યા છે. કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના સંશોધકોએ જાણ્યું કે, ઓછી આવકવાળા લોકો એટલી ગપસપ નથી કરતા જેટલી તેમની સમકક્ષ સારી આવક પ્રાપ્ત કરનાર લોકો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દુર્ઘટના: આગ લાગતા વિમાનમાંથી કૂદ્યા લોકો, 2 બાળક સહિત 13ના મોત, જુઓ Video


યુવાઓમાં તેમના જૂના સાથીઓની સરખામણીએ નકારાત્મક રીતથી ગપસપ કરવાની વધારે સંભાવનાઓ છે. આ સંશોધનનું નેતૃત્વ કરનાર સહાયક મનોવિજ્ઞાન પ્રોફેસર મેગન રોબિંસ કહે છે, આ વિશેમાં જાણકારીનો અભાવ છે કે કોણ કેવી ગપસપ કરે છે અને કેવા વિષય પર કરે છે. સંશોધકોઓએ સોશિયલ સાઇકોલોજિકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ પત્રિકામાં પ્રકાશિત લેખમાં કહ્યું હતું કે, ‘દરેક ગપસપ કરે છે અને ગપસપ કંઇ પણ હોઇ શકે છે.’


વધુમાં વાંચો: શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટ: 200 મૌલાના સહિત 600 લોકોની હકાલપટ્ટી


અંતર્મૂખી વ્યક્તિઓની સરખામણીએ બહિર્મૂખી વ્યક્તિ વધારે ગપસપ કરે છે. જ્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ગપસપ કરે છે. રોબિંસ અને તેમની પ્રયોગશાળામાં કામ કરનાર વિદ્યાર્થી એલેક્ઝાન્ડર કરને 18થી 58 વર્ષની ઉંમરવાળા 467 લોકો પર અભ્યાસ કર્યો જેમાંથી 269 મહિલાઓ અને 198 પુરુષ હતા. સહભાગીઓએ એક સાંભળવાવાળું ઉપકરણ પહેરાવ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે 16 કલાકના કામ દરમિયાન 14 ટકા લોકોની વાતચતીમાં માત્ર ગપસપની વાતો સામેલ હતી.


વધુમાં વાંચો: ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી


લગભગ ત્રણ-ચતુર્થાંશ ગપસપ તટસ્થ હતી. આ ઉપરાંત સકારાત્મકની સરખામણીએ નકારાત્મક ગપસપ બમણી હતી. જ્યાં સકારાત્મક વાતો (367) હતી, ત્યાં નકારાત્મક વાતો (604) હતી. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ગપસપ એક સેલિબ્રિટી વિશે નહીં પરંતુ એક પરિચિત વ્યક્તિ વિશે હતી. જેમાં 3,292ની સરખામણીમાં 369 નમૂનાઓનો સપોર્ટ લેવામાં આવ્યો.


વધુમાં વાંચો: આ શક્તિશાળી નેતાને મળ્યા બાદ કિમ જોંગનું માથું ભમી ગયું? દુનિયાભરમાં ખળભળાટ


ગરીબ, ઓછા ભણેલા લોકોની સરખામણીએ ધનવાન અને ભણેલા ગણેલા લોકો વધારે ગપસપ કરે છે. રોબિંસે કહ્યું કે, આ વિશ્વાસ કરવો મુશ્કેલ હશે કે કોઇ વ્યક્તિ ગપસપ નથી કરતો કેમકે જો આવું થાય તો તેનો અર્થ એ થશે કે તે ત્યારે બીજા વ્યક્તિની વાત કરે છે જ્યારે તે સામે હોય છે.
(ઇનપુટ આઇએએનએસ)


જુઓ Live TV:-
વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...